Charotar Sandesh
ઈન્ડિયા

જમ્મુ-કાશ્મીરમાં લશ્કર-એ-તોઇબાના ૩ આંતકીની ધરપકડ…

શ્રીનગર : જમ્મુ-કાશ્મીરમાં રાજૌરી જિલ્લામાં સેનાએ લશ્કર-એ-તોઇબાના ત્રણ આતંકવાદીઓની ધરપકડ કરી છે. આ અંગે આઈજી મુકેશ સિંહ જણાવ્યું કે, સુરક્ષાબળોએ આ આતંકવાદીઓ પાસેથી એકે-૫૬ રાઈફલ, બે પિસ્તોલ, ચાર ગ્રેનેડ અને એક લાખ રૂપિયા રોકડ સહિત દારુગોળો એને હથિયારો જપ્ત કર્યા છે.

તમને જણાવી દઈએ કે,
એનઆઈએ પણ પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ અને કેરળના અનાર્કુલમમાં અલકાયદા આતંકી સંગઠનના એજન્ટોની ધરપકડ કરી હતી. એક રેડ દરમિયાન એનઆઈએ એ અલકાયદાના નવ આતંકવાદીઓની ધરપકડ કરી છે.એવામાં જમ્મુ-કાશ્મીરમાં પણ સેના દ્વારા ફરી ત્રણ આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે. જેની પુષ્ટી ખુદ આઈજી મુકેશ સિંહે કરી છે. સેનાએ આ આંતકીઓ પાસેથી અનેક સામગ્રી કબ્જે કરી છે. જેમાં રોકડ રકમ, રાઈફલ, હથિયારો અને દારુગોળો હતો.

Related posts

દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧.૧૪ લાખ નવા કેસ, ૨૬૭૭ લોકોનાં મોત…

Charotar Sandesh

ભાજપ મારું ભગવા કરણ કરવાનો પ્રયત્ન કરે છે, પણ હું નહીં ફસાઉ : રજનીકાંત

Charotar Sandesh

કાંઈક અસમાન્ય થઇ રÌšં છે, ભગવાન અમારી દિલ્હી પર કૃપા કરેઃ કેજરીવાલ

Charotar Sandesh