Charotar Sandesh
બોલિવૂડ

‘જલેબી’ અને ‘વીરે દી વેડિંગ’ ફિલ્મોના કાસ્ટિંગ ડિરેક્ટર કૃષ કપૂરનું નિધન

મુંબઇ : કૃતિ ખરબંદા અભિનીત મહેશ ભટ્ટની ફિલ્મ ‘જલેબી’ અને ‘વીરે દી વેડિંગ’ જેવી ફિલ્મોમાં કાસ્ટિંગ ડિરેક્ટર તરીકે કામ કરનાર કૃષ કપૂરનું મગજની બ્રેઇન હેમરેજને કારણે ૨૮ વર્ષની વયે અવસાન થયું હતું. તેના પરિવારે આ માહિતી આપી હતી. અગાઉ એવી અટકળો હતી કે કૃષ કપુરનું એક રોડ અકસ્માતમાં મૃત્યુ થયું હતું, પરંતુ તેના મામા સુનિલ ભલ્લાએ આ ખબરોને ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે કૃષને અહીં ઉપનગરીય મીરા રોડમાં તેના ઘરમાં બ્રેઇન હેમરેન થયું અને તે બેભાન થઇ ગયો હતો.

ભલ્લાના જણાવ્યા અનુસાર, કપૂરે ૩૧ મેના રોજ અંતિમ શ્વાસ લીધા હતા. ભલ્લાએ બુધવારે એક ખાનગી ન્યૂઝને જણાવ્યું કે ‘તેને કોઈ બીમારી નથી. તે સ્વસ્થ અને સંપૂર્ણ રીતે ઠીક હતો. ૩૧ મેના રોજ, તે પડી ગયો અને લોહી નીકળવાનું શરૂ થઇ ગયું. બ્રેઇન હેમરેજના કારણે તેનું મોત થયું છે. કૃષના પરિવારમાં તેની માતા, પત્ની અને સાત વર્ષની એક છોકરી છે. કૃષ કપૂરે ૨૦૧૮ની રોમેન્ટિક ડ્રામા ફિલ્મ ‘જલેબી’માં કાસ્ટિંગ ડિરેક્ટર તરીકે કામ કર્યું હતું. તેણે વેબ સિરીઝ ‘ગુડ નાઇટ’ સિવાયના અન્ય પ્રોજેક્ટ્‌સ માટે કામ કર્યું.

Related posts

પ્રિયંકા-નિકે ’બેસ્ટ ડ્રેસ્ડ ઓફ ધી યર ૨૦૧૯’ એવોર્ડ જીત્યો…

Charotar Sandesh

દેશમાંથી સેક્યુલારિઝ્‌મનું નામ-ઓ-નિશાન ગાયબ થઈ જશે : સૈફ અલી ખાન

Charotar Sandesh

રવિ કિશનને મુંબઈ જઈને પોતાના નામમાંથી દૂર કરાવ્યું શુક્લા

Charotar Sandesh