Charotar Sandesh
ઈન્ડિયા

જીવન વીમા નિગમ (એલઆઇસી)ના કર્મચારીઓનો પગાર ૨૫% વધશે…

ન્યુ દિલ્હી : કેન્દ્ર સરકાર હસ્તકની જીવન વીમા નિગમ (લાઈફ ઈન્શ્યુરન્સ કોર્પોરેશન) કંપનીના આશરે ૧.૧૪ લાખ કર્મચારીઓ માટે આનંદના સમાચાર છે. એમને ૨૫ ટકાનો પગારવધારો મળશે, એવું એક ટોચના યુનિયન લીડર શ્રીકાંત મિશ્રાએ કહ્યું છે. તેઓ ઓલ ઈન્ડિયા ઈન્શ્યૂરન્સ એમ્પ્લોઈઝ એસોસિએશનના મહામંત્રી છે.
મિશ્રાનું કહેવું છે કે એલઆઈસી કર્મચારીઓનો પગાર વધારવાના નિર્ણયને કેન્દ્ર સરકારે ગઈ કાલે નોટિફાય પણ કર્યો છે. આ પગારવધારો ૨૦૧૭ની પહેલી ઓગસ્ટથી અમલમાં આવશે. આ પગારવધારાને કારણે એલઆઈસીનો કુલ પગાર-ખર્ચ દર વર્ષે આશરે રૂ. ૨,૭૦૦ કરોડ વધી જશે.

Related posts

કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને સતત બીજો ગોલ્ડ : મીરાબાઈ ચાનૂ બાદ ૧૯ વર્ષીય જેરેમી લાલરિનુંગાએ અપાવી સફળતા

Charotar Sandesh

કોંગ્રેસે ભાગલા પાડો રાજ કરોની નીતિ અપનાવી : અમિત શાહ

Charotar Sandesh

મિશન શક્તિ બાદ આવતા મહિને ભારત પ્રથમ ‘અંતરિક્ષ યુદ્ધાભ્યાસ’ કરશે

Charotar Sandesh