Charotar Sandesh
બોલિવૂડ

જ્હાનવી કપૂરે શકીરાના મૂવ્સને ભૂલી જાઓ એવા કર્યો બેલી ડાન્સ…

મુંબઈ : બોલિવૂડની અભિનેત્રી જ્હાનવી કપૂર તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ દ્વારા સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય છે અને તેના ચાહકો સાથે જોડાયેલા રહેવા માટે સુંદર ફોટા અને વીડિયો શેર કરતી જોવા મળે છે. તાજેતરમાં જ જ્હાનવી કપૂર બેલી ડાન્સે બેલી ડાન્સ કરીને પોતાના ચાહકો માટે એક વીડિયો શેર કર્યો છે. ચાહકોને વીડિયો ખૂબ પસંદ આવી રહ્યો છે અને ચાહકો તેમના ડાન્સ પર ટિપ્પણી કર્યા છે. જ્હાનવી કપૂર કરીના કપૂર ખાનની ફિલ્મના એક ગીત પર બેલી ડાન્સ કરતી જોવા મળી છે.
જ્હાનવી કપૂર ક્લાસિકલથી માંડીને બોલિવૂડ સ્ટાઇલ અને બેલી ડાન્સ કરીને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતી જોવા મળે છે. જ્હાનવી કપૂરને ડાન્સ કરવાનો ખૂબ શોખ છે. તાજેતરમાં અભિનેત્રીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં જા્‌હન્વી કપૂર વ્હાઇટ આઉટફિટ પહેરીને બેલી ડાન્સ કરતી જોવા મળી રહી છે. વીડિયો શેર કરવા સાથે જ્હાનવી કપૂરે લખ્યું કે, ‘હું બેલી ડાન્સ સેશનને મળીને કરી રહી છું.
જ્હાનવી કપૂરનો આ વીડિયો થોડા કલાકોમાં ૧૧,૭૬,૪૬૩ થી વધુ વખત જોવામાં આવ્યો છે. જ્હાનવી કપૂર અભિનેત્રી કરીના કપૂરની ફિલ્મ ‘અશોકા’ ફિલ્મના ‘નું સોંગ સન સના ના સન પર બેલી ડાન્સ કરી રહી છે. વર્કફ્રન્ટની વાત કરીએ તો જા્‌હન્વી કપૂર છેલ્લે ફિલ્મ ગુંજન સક્સેનામાં જોવા મળી હતી. આ ફિલ્મમાં અભિનેત્રીએ ભારતની પહેલી મહિલા પાઇલટની ભૂમિકા ભજવી હતી.

Related posts

મેં પણ સ્ટ્રગલ કરી, ખૂબ મુશ્કેલીથી મળી હતી ડેબ્યૂ ફિલ્મ : અભિષેક બચ્ચન

Charotar Sandesh

મને નાગિન શો ઓફર થશે તો હું આંખ બંધ કરીને હા કહી દઇશ : નિક્કી તંબોલી

Charotar Sandesh

બિયર ગ્રિલ્સ સાથે અક્ષય કુમારે રચ્યો ઇતિહાસ, ૧.૧ કરોડ લોકોએ જોયો શો…

Charotar Sandesh