Charotar Sandesh
બોલિવૂડ

જ્હાન્વીની ‘ગુંજન સક્સેના : ધ કારગિલ ગર્લ’ નેટફ્લિક્સ પર રિલીઝ થશે…

મુંબઇ : જ્હાન્વી કપૂર ટૂંક સમયમાં તેના લેટેસ્ટ પ્રોજેક્ટ ‘ગુંજન સક્સેનાઃ ધ કારગિલ ગર્લ’ની સાથે એર ફોર્સની પાઇલટ ગુંજન સક્સેનાની કહાણીને પડદા પર જીવંત કરશે. શરન શર્મા દ્વારા ડિરેક્ટેડ આ ફિલ્મમાં જ્હાન્વી ટાઇટલ રોલમાં છે અને તેની સાથે પંકજ ત્રિપાઠી, અંગદ બેદી, વિનિત કુમાર, માનવ વિજ અને આયેશા રઝા પણ મહત્વના રોલ્સમાં છે.મેકર્સે રિયલ લાઇફ ગુંજન સક્સેનાની જર્ની રજૂ કરતો એક શોર્ટ વીડિયો શૅર કર્યો હતો જ્યારે જ્હાન્વી આ ફિલ્મમાં તેના કૅરૅક્ટરને ઇન્ટ્રોડ્યૂસ કરે છે.

આ વીડિયોમાં જ્હાન્વી જણાવે છે કે, ‘ગુંજન સક્સેના, લખનૌની એક નાની છોકરી, જેનું એક મોટું સપનું હતું. મોટી થઈને પાઇલટ બનવાનું સપનું, પરંતુ જે દુનિયા વિચારતી હતી કે, છોકરીઓ કાર નથી ચલાવી શકતી તો શું એ ગુંજનને પ્લેન ઉડાવવા દેશે? તેને દુનિયાની પરવાહ નહોતી. ફક્ત પાપા પર ભરોસો હતો. જેઓ કહેતા હતા કે, પ્લેન છોકરો ઉડાવે કે છોકરી, એને પાઇલટ જ કહેવામાં આવે છે.’

‘ગુંજન સક્સેના’નો એવી ફિલ્મ્સમાં સમાવેશ થયો છે કે જેઓ મૂળે થીએટર્સમાં રિલીઝ થવાની હતી, પરંતુ કોરોના વાઇરસની મહામારી અને એના કારણે લાગુ કરવામાં આવેલા લોકડાઉનના લીધે ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થઈ રહી છે.

Related posts

હાલમાં હું ૩૨ વર્ષની છું પરંતુ હું ઘણાં વર્ષો સુધી ૨૮ની જ હતીઃ સ્વરા ભાસ્કર

Charotar Sandesh

PM મોદીની બાયોપિકથી BJPને થશે ફાયદો, ચૂંટણી પંચે SCને 17 પુરાવા આપ્યા

Charotar Sandesh

આ વર્ષે જન્મદિવસ નહિ ઉજવે સલમાન ખાન…

Charotar Sandesh