Charotar Sandesh
બોલિવૂડ

જ્હૉનની ફિલ્મના સેટ પર કોવિડ ગાઇડલાઇન્સનું પાલન નહીં,પોલીસે શૂટિંગ અટકાવ્યું…

મુંબઈ : જ્હોન અબ્રાહમ અને દિશા પટણી સ્ટારર અપકમિંગ ફિલ્મ ’એક વિલન રિટર્ન્સ’નું શૂટિંગ મુંબઈમાં ચાલી રહ્યું છે. પરંતુ ફિલ્મના સેટ પર કોવિડ-૧૯ની ગાઇડલાઇનનું પાલન થતું નહોતુ. જેના કારણે મુંબઈ પોલીસે સેટ પર પહોંચી શૂટિંગ અટકાવ્યું હતું. શૂટિંગ મુંબઈના વર્લી ગામમાં ચાલતુ હતુ. યુનિટે બહુ ઓછા સીન શૂટ કર્યા હતા. ટીમ સોશિયલ ડિસટ્‌ન્સ પણ મેઇનટેઇન નહોતી કરતી. કે નતો કોવિડના કોઈ નિયમો પાળતા હતા. જેના કારણે પોલીસે શૂટિંગ અટકાવવું પડ્યું હતુ. જ્હોન અબ્રાહમ અને દિશા પટણી પહેલીવાર મોટા પડદે આ ફિલ્મ થકી જોવા મળશે.મોહિત સુરી નિર્દેશિત આ ફિલ્મમાં અર્જૂન કપૂર અને તારા સૂતરિયા પણ મહત્વની ભૂમિકામાં છે. ફિલ્મ આવતા વર્ષે થિયેટર્સમાં રિલીઝ થશે.

Related posts

ભૂમિ પેડનકેર સહિત સેલેબ્સે સુશાંતની ફિલ્મ જોઈ કરી ઈમોશનલ પોસ્ટ…

Charotar Sandesh

‘ભુજ’ના મેકર્સ ફિલ્મ અટકી ના પડે તે માટે પાયલટ સાઉન્ડથી કામ ચલાવશે…

Charotar Sandesh

વરુણ ધવન-નતાશા દલાલની પ્રી વેડિંગ સેરેમની મુંબઈમાં, ‘મેન્શન હાઉસ’ રિસોર્ટમાં ફેરા…

Charotar Sandesh