Charotar Sandesh
બોલિવૂડ

જ્હોન અબ્રાહમ અને મૃણાલ ઠાકુર સ્ટારર ગલ્લાં ગોરિયાં મ્યુઝિક વીડિયોનું ટીઝર રિલીઝ…

મુંબઈ : જ્હોન અબ્રાહમ અને મૃણાલ ઠાકુર બાટલા હાઉસ ફિલ્મ બાદ હવે એક મ્યુઝિક વીડિયોમાં ફરીવાર સાથે દેખાયા છે. ટી સિરીઝના મ્યુઝિક વીડિયો ગલ્લાં ગોરિયાંમાં બંને સાથે દેખાયા છે. આ સોન્ગનું ટીઝર રિલીઝ થઇ ચૂક્યું છે. આ સોન્ગને ધ્વનિ ભાનુશાલી અને તાઝે ગાયું છે. સોન્ગનું શૂટિંગ લોકડાઉન પહેલાં થયું હતું. ૧૧ જૂને આ વીડિયો રિલીઝ થશે. આ ડાન્સિંગ ટ્રેક વિશે મૃણાલે જણાવ્યું કે,

આ પહેલીવાર હતું જેમાં મને ટિપિકલ નાચ ગાના માટે બોલાવવામાં આવી હોય. મારે બે અઠવાડિયા સુધી તો રિહર્સલ કરવું પડ્યું હતું જેથી હું કેમેરા સામે ખુલ્લીને પરફોર્મ કરી શકું. સોન્ગમાં મારે જ્હોનનું ધ્યાન મારી તરફ ખેંચવાનું છે અને તેની સાથે ફ્લર્ટ કરવાનું છે. તેણે એવું પણ જણાવ્યું કે જ્હોન તેનો કોન્ફિડન્સ વધારે છે. તે મૃણાલને કહેતો કે, તું ગભરાઈ ન જા, જો તું ક્યાંય અટકે તો બસ સ્માઈલ આપી દે, તારી સ્માઈલ એકદમ સરસ છે. મૃણાલના આખા પરિવારે હાજર રહીને સેટ પર તેને સરપ્રાઈઝ આપી હતી.

આ સોન્ગનું રેકોર્ડિંગ ધ્વનિએ ભારતમાં કર્યું છે અને તાઝે તેનું રેકોર્ડિંગ યુકેમાં કર્યું હતું. આ મ્યુઝિક વીડિયોને આદિલ શૈખે ડિરેક્ટ કર્યો છે. ટી સિરીઝના ભૂષણ કુમારનું કહેવું છે કે ધ્વનિ અને તાઝને ખબર છે કે આજના યુવાનો કઈ વસ્તુ સાથે રીલેટ કરી શકે છે માટે તેઓ આ ડાન્સ સોન્ગ સાથે આવ્યા છે.

Related posts

સૈફ અલી ખાન આત્મકથા લખશે, પીછેહઠ કરવાના સમાચારોને ગણાવ્યા ખોટા…

Charotar Sandesh

કોરોનાની મહામારીમાં માધુરી દિક્ષિતે લોકોને ડબલ માસ્ક પહેરવાની સલાહ આપી…

Charotar Sandesh

રાહુલ ગાંધી ભારતને સીરિયા કહી રહ્યા છે, કેમ તેનો કોઈ વિરોધ નથી કરતું : કંગના રનૌત

Charotar Sandesh