Charotar Sandesh
ગુજરાત

ઝાયડસની કોરોના માટેની દવા ‘વિરાફિન’ને ઇમરજન્સી ઉપયોગ માટેની મંજૂરી…

અમદાવાદ : વર્તમાન સમયે કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. જેના કારણે લોકો ભઆરે હેરાન થઇ રહ્યા છે. દેશમાં મેડિકલ ઇમરજન્સીની સ્થિતિ સર્જાઇ છે. દેશની સ્વાસ્થ્ય સુવિધાની ક્ષમતા પુરી થઇ છે અને કેસ દિવસે દિવસે વધી રહ્યા છે. આ બધા વચ્ચે એક મોટા અને રાહતના સમાચાર આવ્યા છે. ઝાયડસ(ઢઅઙ્ઘેજ)ની કોરોના માટેની દવાના ઇમરજનસી ઉપયોગને મંજૂરી આપી દેવામાં આવી છે. ડીસીજીઆઇએ ઝાયડસની દવા વિરાફિન(ફૈટ્ઠિકૈહ)ના ઉપયોગને લીલી ઝંડી આપી દીધી છે.
આ દવાનો ઉપયોગ હવે કોરોનાના દર્દીઓની સારવારમાં કરવામાં આવશે. ક્રવારે ડ્રગસ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયાએ તેને મંજૂરી આપી છે. કોરોના દર્દીઓ માટે રામબાણ ગણાતી રેમડેસિવિરની અછત વચ્ચે આ રાહતના સમાચાર ગણી શકાય. મહત્વની બાબત એ છે કે હળવા લક્ષણો ધરાવતા વયસ્કોની સારવારમાં ઝાયડસની આ દવા ઉપયોગી થશે, ઝાયડસની આ દવાના પરીક્ષણ દરમિયાન ૯૧.૧૫ ટકા દર્દીઓ સાત દિવસમાં નેગેટિવ થયા છે. તેવો કંપની દ્વારા દાવો કરવામાં આવ્યો છે.
સાથે જ દર્દીઓનું ઓક્સિજન લેવલ મેઈન્ટેઇન કરવા માટે પણ આ દવા પ્રભાવી સાબિત થઇ છે. કંપનીએ જણાવ્યું છે કે ત્રીજા ફેઝમાં ભારતના ૨૦થી ૨૫ કેન્દ્રોમાં ૨૫૦ દર્દીઓ પર પરીક્ષણ કરવામાં આવ્યું હતું. તેનુ અસરકારક પરિણામ મળ્યું છે. કંપનીનો દાવો છે કે જો કોરોના થયાના શરુઆતના દિવસોમાં આ દવા આપવામાં આવે તો કોરોનાને મ્હાત આપવામાં મદદ મળે છે.
વર્તમાન સમયે તો આ દવા ડોક્ટરોની સલાહ પ્રમાણે જ આપવામાં આવશે. સાથે જ અત્યારે વિવિધ હોસ્પિટલોને આ દવા આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ખાસ કરોના સામેની સારવાર માટે બનાવવામાં આવેલી આ પહેલી દવા છે, જેને ગુજરાતમાં આવેલી ફાર્મા કંપની ઝાયડસ દ્વારા બનાવવામાં આવી છે.

Related posts

માસ્ક મુદ્દે ફરી બબાલ : મહિલાએ પોલીસને હાઈકોર્ટમાં ઘસડી જવાની ધમકી આપી…

Charotar Sandesh

બોટાદમાં સર્જાયેલ લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક ૧૫ એ પહોંચ્યો : મુખ્ય સુત્રધાર બુટલેગરની ધરપકડ કરાઈ, પોલિસ વિભાગ એક્શનમાં

Charotar Sandesh

ઉત્તરાયણને લઈ ગૃહ વિભાગનું જાહેરનામું : આ નિયમોનો ભંગ કરાશે તો સોસાયટીના ચેરમેન-સેક્રેટરી ભરાશે, જુઓ વિગત

Charotar Sandesh