Charotar Sandesh
બોલિવૂડ

ટાઇગર શ્રોફની ફિલ્મ ’બાગી-૩’નું એક્શન પેક્ડ ટ્રેલર રીલિઝ…

મુંબઈ : ટાઇગર શ્રોફ બોલિવૂડમાં પોતાના જબરદસ્ત એક્શન માટે જાણીતા છે. અને તે પોતાની આ એક્શન સીરિઝને લઇને જ તેણે બાગી ફિલ્મ બનાવી છે. આ સુપરહિટ ફ્રેંચાઇજી બાગીની ત્રીજી સીરીઝ બાગી ૩નું એક્શન પેક્ડ ટ્રેલર રીલિઝ થયું છે. સામાન્ય રીતે ફિલ્મના ટેલરમાં દમદાર ડાયલોગ હોય છે પણ બાગી ૩માં તમને દમદાર એક્શન જોવા મળશે. અને તે પણ તેવી એક્શન જે તમે આ પહેલા કદી ના જોઇ હોય.

ટાઇગર શ્રોફ સિવાય આ ફિલ્મમાં શ્રદ્ધા કપૂર, રિતેશ દેશમુખ પણ મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. બાગી, બાગી ૨ની સફળતા પછી હવે આ ફિલ્મની ત્રીજી સીરીઝ બાગી-૩ આવી રહી છે. ટ્રેલરમાં જોઇને ખબર પડે છે કે આ ફિલ્મમાં ટાઇગર શ્રોફ તેના ભાઇ રિતેશ દેશમુખ માટે કરીને બીજા દેશની સરહદ પાર કરી જાય છે. અને તેના ભાઇને બચાવવા માટે તે એક દેશનું નામો નિશાન મીટાવવાનું નક્કી કરી લે છે. આ ટ્રેલરમાં રિતેશ અને ટાઇગર વચ્ચે સારું કનેક્શન નજરે પડે છે. ટાઇગર તેના ભાઇ રોનીને બચાવવા આ ફિલ્મમાં સીરિયા પહોંચી છે.
અને અહીં તે દમદાર એક્શન સીન આપે છે. જેમાં હેલિકોપ્ટર, ટેન્ક સામે એકલો ટાઇગર શ્રોફ દમદાર રીતે લડે છે. આ ફિલ્મ ૬ માર્ચે રીલિઝ થશે. અને તેની એક્શન સીકવન્સ જોઇને લાગી રહ્યું છે કે આ ફિલ્મ પણ તેની આગામી સીરીઝની જેમ સુપર હિટ જઇ શકે છે.

Related posts

કુટુંબમાં મને કોઇ સ્ટાર ગણતું નથી : સોનાક્ષી સિંહ

Charotar Sandesh

પ્રભાસ-શ્રદ્ધાનું રોમેન્ટિક સોન્ગ ’ઈન્ની સોની’નું ટ્રેલર રિલીઝ…

Charotar Sandesh

‘મેડ ઈન ચાઈના’માં ગુજરાતી ગરબાનું સોંગ હશે

Charotar Sandesh