Charotar Sandesh
ઈન્ડિયા

ટીએમસીમાં ગાબડું : મમતાને ફટકો, ખેલ મંત્રી લક્ષ્મી રતન શુક્લાનું રાજીનામું…

કોલકાત્તા : પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીને તેમના જન્મ દિવસે જ એક જોરદાર ફટકો પડ્યો છે. અધિકારી બંધુઓ બાદ
ટીએમસીના વધુ એક દિગ્ગજ નેતાએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. જો કે તેઓ પાર્ટીમાં યથાવત રહેશે.
મમતા સરકારમાં મંત્રી રહી ચુકેલા અને પૂર્વ ક્રિકેટર એવા લક્ષ્મી રતન શુલ્કાએ પાર્ટીની જીલ્લાધ્યક્ષ પદ અને મંત્રી પદેથી રાજીનામું આપી દેતા ટીએમસીને વધુ એક ફટકો પડ્યો છે. શુક્લાએ પાર્ટીના તમામ પદો પરથી રાજીનામું આપી દીધું છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે રાજીનામું આપવા માટે લક્ષ્મી રતન શુક્લાએ મુખ્યમંત્રી મમતા બેનરજી અને રાજ્યપાલ જગદીપ ધનખડને પત્ર મોકલી આપ્યો છે. લક્ષ્મી રતન શુક્લા ક્રિકેટર પણ રહી ચુક્યા છે. હાલ તેઓ હાવડામાં ટીએમસીના જીલ્લાધ્યક્ષ પણ હતા. પરંતુ આજે તેમણે આ પદ પરથી રાજીનામું આપી દીધું છે.
મમતા સરકારના અનેક મંત્રીઓએ છેલ્લા થોડા જ સમયમાં પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. રાજીનામું આપ્યા બાદ મમતા બેનરજીની સરકારના શક્તિશાળી સુભેંદુ અધિકારી અને તેમના ભાઈ અનેક ધારાસભ્યો અને સંખ્યાબંધ કાર્યકર્તાઓ સાથે ભાજપમાં શામેલ થઈ ગયા છે. ટીએમસીમાંથી રાજીનામાનો આ દોર આવનાર સમયમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા જ શરૂ થયો છે.

Related posts

શ્રીનગરમાં CRPFના કાફલા પર આતંકી હુમલો : બે જવાન શહીદ, બે ઘાયલ…

Charotar Sandesh

કોરોનાનો કહેર : ભારતમાં દર મિનિટે ૨નાં મોત, પ્રતિ સેકન્ડે ૪ લોકો સંક્રમિત…!!

Charotar Sandesh

દેશનો પ્રથમ કિસ્સો : હાઇકોર્ટે ૨૪ સપ્તાહના ગર્ભને પાડવા મંજુરી આપી…

Charotar Sandesh