Charotar Sandesh
વર્લ્ડ

ટીકટોકને અમેરિકામાં રાહતઃ પ્રતિબંધના આદેશ પર કોર્ટનો સ્ટે…

ટ્રમ્પના આદેશનો અમલ થાય એના ચાર કલાક પહેલાં સ્ટે આવી ગયો…

USA : ચીનની એપ ટીક ટૉક અમેરિકામાં પ્રતિબંધિત થાય એ પહેલાં અમેરિકાની ફેડરલ કોર્ટે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના આદેશ સામે સ્ટે ઓર્ડર આપી દીધો હતો. ટીક ટૉક પર બૅન લદાય એના માત્ર ચાર કલાક પહેલાં કોર્ટે આ આદેશ આપી દીધો હતો.
ચીનની આ એપ દુનિયાના મોટા ભાગના દેશોની જેમ અમેરિકામાં પણ ખૂબ લોકપ્રિય હતી. છેલ્લા થોડા સમયથી અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલા તનાવના પગલે અમેરિકાએ ટીક ટૉક સહિત કેટલીક ચીની એપ્સ પ બૅન લાદવાની જાહેરાત કરી હતી. આ બૅન અમલમાં આવે એના ફક્ત ચાર કલાક પહેલાં અમેરિકાની ફેડરલ કોર્ટે એની સામે સ્ટે આપતો આદેશ આપ્યો હતો. રવિવારે થયેલી સુનાવણી દરમિયાન ફેડરલ કોર્ટના ન્યાયમૂર્તિએ એવો અભિપ્રાયય વ્યક્ત કર્યો હતો કે ગયે મહિને ઓનલાઇન સ્ટોરમાંથી આ એપને પ્રતિબંધિત કરવા અગાઉ એની સંચાલક કંપનીને એનો બચાવ કરવાની પૂરતી તક આપવામાં આવી નહોતી. પ્રમુખ ટ્રમ્પે કરેલો નિર્ણય એકપક્ષી હતો. વાદી (અરજદાર) પક્ષને પોતાની વાત કહેવાની પૂરતી તક આપવામાં આવી નહોતી.
પ્રમુખ ટ્રમ્પે ઑગષ્ટની છઠ્ઠીએ રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દાને આગળ કરીને શોર્ટ વિડિયો એપ ટીક ટૉક અને એક કરતાં વધુ ઉદ્દેશ ધરાવતી વી ચેટ એપ્સ પર પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરી હતી. અમેરિકી વેપાર વાણિજ્ય મંત્ર્યાલયના પ્રવક્તાએ કહ્યું કે અમે કોર્ટના આદેશનું જરૂર પાલન કરીશું પરંતુ પ્રમુખે આપેલો આદેશ કાયદેસરનો હતો અને એનો હેતુ રાષ્ટ્રીય સુરક્ષાનાં હિતોને પ્રોત્સાહન આપવાનો હતો. અમે કાનૂની પડકારો દ્વારા આ ચુકાદા સામે દ્રઢતાથી પ્રમુખના આદેશનો બચાવ કરીશું.

  • Nilesh Patel

Related posts

ખૂબ મોટા અને મેરિડ બેસ્ટ ઇમિગ્રેશન બિલની તૈયારીઓ શરુ : ટ્રમ્પ

Charotar Sandesh

કોરોના વાયરસઃ ન્યૂયોર્કમાં ગવર્નરે ઈમરજન્સી જાહેર કરી…

Charotar Sandesh

ભારતને વધુ એક ઝટકો : વિશ્વ બેન્કે વિકાસ દર ઘટાડીને ૬ ટકા કર્યો…

Charotar Sandesh