Charotar Sandesh
સ્પોર્ટ્સ

ટીમને ભારે પડેલા ખરાબ અમ્પાયરિંગને લઇ પ્રીતિ ઝિંટાએ BCCIને આપી શિખામણ

દુબઈ : દિલ્હી કેપિટલ્સ અને કિંગ્સ ઇલેવન પંજાબની વચ્ચે રવિવારના રમાયેલી આઈપીએલ મેચમાં ખરાબ અમ્પાયરિંગના મુદ્દાને કારણે વિવાદ થયો છે. હવે આ મુદ્દા પર કિંગ્સ ઇલેવન પંજાબની માલકિન પ્રીતિ ઝિંટાએ પણ એમ્પાયર પર ગુસ્સો નીકાળ્યો છે. તેણે આ મુદ્દા પર પ્રશ્ન ઉઠાવ્યો છે અને બીસીસીઆઈને ઘેરતા કહ્યું છે કે એવી ટેકનોલોજીનું શું કામ જે ખોટા નિર્ણયો ના રોકી શકે. સાથે જ બીસીસીઆઈને નવા નિયમ લાવવાની અપીલ પણ કરી છે. ઉલ્લેખનીય છે કે આઈપીએલની બીજી મેચ રવિવારના ટાઈ થઈ થઈ હતી.
ત્યારબાદ સુપર ઑવરમાં દિલ્હીને જીત મળી ગઈ, પરંતુ એમ્પાયરે ૧૯મી ઓવરમાં પંજાબની ટીમને એક રન આપવાથી એ કહીને ના કહી દીધી કે એ શૉર્ટ રન હતો. પ્રીતિ ઝિંટાએ સોશિયલ મીડિયા પર પોતાનો ગુસ્સો નીકાળતા લખ્યું છે, ‘હું સંપૂર્ણ ઉત્સાહ સાથે કોરોના મહામારી સાથે મેચ જોવા માટે યૂએઈ આવી. હસતા-હસતા ૬ દિવસ ક્વોરન્ટાઇન રહી અને ૫વાર કોવિડ ટેસ્ટ કરાવ્યો, પરંતુ આ એક રને મને જોરદાર ઝાટકો આપ્યો છે. એવી ટેકનોલોજીનું શું કામ જેનો ઉપયોગ ના કરી શકાય.
આ દર વર્ષે ના થઈ શકે. બીસીસીઆઈ આને રોકવા માટે નવા નિયમ લઇને આવે. આ પહેલા પંજાબની ટીમના પૂર્વ કૉચ વિરેન્દ્ર સેહવાગે પણ ખરાબ એમ્પાયરિંગની ટીકા કરી હતી. તેમણે એમ્પાયરના નિર્ણય પર કટાક્ષ કરતા કહ્યું કે, ‘હું મેન ઑફ ધ મેચના નિર્ણયથી ખુશ નથી. મેન ઑફ ધ મેચનો અસલી હકદાર એમ્પાયર છે. તે શૉર્ટ રન નહોતો. આ અંતરથી પંજાબની ટીમ હારી ગઈ.’ આ ઉપરાંત સંજય માંજરેકર અને આકાશ ચોપરાએ પણ આ નિર્ણયની ટીકા કરી છે.

Related posts

ધોની તૈયાર છે માત્ર ટીમ ઇન્ડિયાની બ્લૂ જર્સી પહેરવાની જરુર છે…

Charotar Sandesh

ભારતીય એથ્લેટ્‌સે ૧૫૦૦ મીટર રેસમાં ૪ મેડલ જીત્યા…

Charotar Sandesh

આઈપીએલ ન રમવાના કારણે ૨૦૨૧ની સિઝનમાંથી પણ બહાર થઇ શકે છે રૈના-હરભજન

Charotar Sandesh