Charotar Sandesh
ઈન્ડિયા

ટૂંક સમયમાં પેટ્રોલ-ડિઝલના ભાવમાં ઘટાડો થશે : ધર્મેન્દ્ર પ્રધાન

ન્યુ દિલ્હી : કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે આંતરરાષ્ટ્રીય બજારમાં ઈંધણના ભાવવધારાને કારણે ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો જોવા મળ્યો છે.
પ્રધાને કહ્યું કે પેટ્રોલ-ડીઝલનો ભાવવધારો ક્ષણિક છે અને તેને ધીરે ધીરે ઓછો થઈ જશે. કોરોના મહામારીના સમયગાળા બાદ અર્થતંત્રમાં પ્રાણ ફૂંકવા કેન્દ્ર અને રાજ્ય બન્ને સરકાર પેટ્રોલ-ડીઝલ પર ટેક્સ વસૂલી રહી છે. થોડા સમયમાં ઈંધણના ભાવમાં ઘટાડો જોવા મળશે.
ઉલ્લેખનીય છે કે ચાલુ મહિનાની શરુઆતમાં નાણાપ્રધાન નિર્મલા સીતારામણે પણ જણાવી ચૂક્યા છે કે પેટ્રોલ-ડીઝલના ભાવવધારો એક એવો મુદ્દો છે જેની પર રાજ્ય સરકારો અને કેન્દ્ર સરકારે ચર્ચા કરવી જોઈએ કારણ કે પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ પર ફક્ત કેન્દ્ર સરકાર જ ટેક્સ વસૂલતી નથી. રાજ્ય સરકારો પણ પોતાની રીતે ટેક્સ વસૂલતી હોય છે.
વારાણસીમાં મીડિયા સાથે વાતચીત કરતા તેલ મંત્રીએ કહ્યું કે ગત વર્ષ એપ્રિલમાં પ્રમુખ તેલ ઉત્પાદક દેશોએ ઉત્પાદનમાં ઘટાડો કરવાનો નિર્ણય કર્યો. કેમ કે કોરોનાની મહામારીના ચાલતા માંગમાં ઘટાડો આવ્યો હતો. આ દેશ વધારે કમાણીના ચક્કરમાં ઓછા ઈંધણનું ઉત્પાદન કરી રહ્યા છે. જ્યારે હજું પણ ઈંધણનું ઉત્પાદન ઓછું કરવામાં આવી રહ્યું છે. ઈંધણની માંગ આ સમયે વધી રહી છે. આનું કારણ એ છે કે હવે કોરોના વાયરસની જે સ્થિતિ પહેલા હતી તેવી નથી. માંગ વધારે વધવાના કારણે દેશમાં પેટ્રોલ ડીઝલના ભાવ વધ્યા છે.

Related posts

ભારત વધુ એક ઇતિહાસ રચવા સજ્જ : બપોરે ચંદ્રયાન-રનું લોન્ચીંગ : કાઉન્ડડાઉન શરૂ…

Charotar Sandesh

ઓક્સિજનની સમસ્યા, ૫૫૧ નવા ઓક્સિજન પ્લાન્ટ લગાવવામાં આવશે…

Charotar Sandesh

ચૂંટણીમાં હારના ડરથી ભાજપ કરી રહ્યુ છે અરવિંદ કેજરીવાલને મારવાનું કાવતરું : મનીષ સિસોદિયાનો આક્ષેપ

Charotar Sandesh