Charotar Sandesh
મધ્ય ગુજરાત

ડભોઈ ધારાસભ્ય શૈલેષ મહેતા (સોટ્ટા) દ્વારા જરૂરીયાતમંદોને અનાજ કિટનું વિતરણ કરાયું…

વડોદરા : સમગ્ર વિશ્વ હાલ કોરોના વાઇરસની ઝપેટમાં છે ત્યારે આ વાઈરસ દેશમાં વધુ ન ફેલાઇ તેની ખુબજ ગંભીર પરિસ્થિતિઓને લઈને દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા દેશની લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સમગ્ર દેશમાં ૨૧ દિવસનો લોકડાઉન કર્ફ્યુ જાહેર કરેલ છે, ત્યારે આવી મહામારીના પગલે રોજબરોજ કામધંધો કરી આવક મેળવી રોટલો રડતા ગરીબ અને વર્ગના લોકો ફસાઈ ગયા છે, વધુમાં મધ્યમ વર્ગના લોકોની પણ આવી જ હાલત છે, ત્યારે આ લોકો હાલ ૨૧ દિવસના બંધને કારણે પોતાનું તથા પોતાના ઘર પરિવારનું ભરણ પોષણ કેવી રીતે ચલાવી શકે તેવી ચિંતામાં છે.

જેને ધ્યાને લઈ ડભોઈ વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા (સોટ્ટા) દ્વારા બીલ, ચાપડ, રાયપુરા, ગોકલપુરા, ભાયલી, સમયાલા, તલસટ ગામોમાં જરૂરિયાતમંદ લોકોને બુથ વાઈઝ અનાજની કિટનું વિતરણ કરવામાં આવેલ છે.

  • Ravi Patel, Vadodara

Related posts

ગરબા ગ્રાઉન્ડ્‌સમાં ફૂડ વિભાગના દરોડા… ૩ કિલો અખાદ્ય ફૂડનો નાશ કર્યો…

Charotar Sandesh

વડોદરા : કરખડી ગામે બસ પુનઃ ચાલુ કરવા પાદરા ડેપોના મેનેજરને આવેદનપત્ર અપાયું

Charotar Sandesh

વડોદરા જળબંબાકાર : ગોત્રી, ન્યૂ વીઆઇપી રોડ, સયાજીગંજ, કારેલીબાગ સહિત અડધું શહેર પાણીમાં…

Charotar Sandesh