Charotar Sandesh
ગુજરાત

ડાંગ જિલ્લામાં બર્ડફલૂ નો પગ પેસારો : તંત્રએ પુષ્ટિ કરતાં ભયનો માહોલ…

ગાંધીનગર : ડાંગ જિલ્લા માં બર્ડફલૂ નો પગ પેસારો થઈ ચૂક્યો છે. ડાંગ જિલ્લાના સરકારી ખેતીવાડી હાઈસ્કૂલની સામે જંગલ વિસ્તાર માં કાગડાના મોત થયા હતા. ત્યારબાદ બે કાગડાના મૃતદેહોને તપાસ અર્થે ભોપાલ મોકલાયા હતા. જેમાં એક કાગડાનું મોત બર્ડ ફલૂના કારણે થયું હોવાનું રિપોર્ટ સામે આવ્યો છે. ડાંગમાં બર્ડફલૂ આવતાની સાથે તંત્ર એલર્ટ થયું છ અને આગમચેતી તૈયારીઓ કરી દીધી છે. આ વિશે મળતી માહિતી પ્રમાણે, ડાંગ જિલ્લાના પ્રવેશદ્વાર વઘઇમાં સરકારી ખેતીવાડી હાઈસ્કૂલની સામેની સાઇડે જંગલ વિસ્તારમાં ૧૦થી વધારે કાગડાઓના મોત થતાં તંત્ર હરકતમાં આવ્યું હતું.
પશુપાલન વિભાગ દ્વારા મળતી માહિતી મુજબ વૈશ્વિક મહામારી કોરોના બાદ બર્ડ ફ્લૂના એંધાણ સાથે જિલ્લાના પ્રવેશદ્વાર વઘઇ જંગલ વિસ્તારમાં કાગડા મૃત હાલતમાં મળી આવતા તંત્ર હરકતમાં આવ્યું છે. વઘઇ તાલુકા મામલતદાર, પશુપાલન અધિકારી, અને વન વિભાગ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરી નજીકના પોલટ્રી, મરઘાં ઉછેર અને પશુપાલન વ્યવસાય સાથે જોડાયેલા તમામની મુલાકાત લઈ સર્વે હાથ ધરવામાં આવ્યો હતો,
જ્યારે હવે ડાંગ જિલ્લાના પ્રવેશદ્વાર વઘઇમાં સરકારી ખેતીવાડી હાઈસ્કૂલની સામેની સાઇડે જંગલ વિસ્તારમાં કાગડાના મોતને લઈને તંત્ર દ્વારા ચાર મૃત્ય કાગડાઓના સેમ્પલ ભોપાલ ખાતે મોકલી અપાયા હતા. કાગડાના રિપોર્ટ પોઝેટિવ આવતા હવે ડાંગ જિલ્લામા બર્ડ ફલૂનો પગ પેસારો જોવા મળી રહ્યો છે. એક કાગડાનું મોત બર્ડફલૂના કારણે થયું હોવાનો રિપોર્ટ પોઝેટિવ આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. બર્ડ ફલૂ આવતાની સાથે તંત્ર એલર્ટ થયું છે.

Related posts

વડાપ્રધાન મોદીએ અમદાવાદના રાણીપની નિશાન સ્કૂલ ખાતે મતદાન કર્યું

Charotar Sandesh

ગુજરાતના ત્રણ સહિત 30 ડિફોલ્ટરના રૂા.50000 કરોડ માંડવાળ…

Charotar Sandesh

રાજ્યમાં કોરોનાનો વિસ્ફોટ : એક દિવસમાં જ અધધ ર૦,૯૬૬ નવા કેસ નોંધાયા, અમદાવાદમાં સૌથી વધુ

Charotar Sandesh