Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

ડાકોર નગરપાલિકામાં અપક્ષના ૭ સભ્યો ને કરાયા સસ્પેન્ડ…

ડાકોર : ડાકોર નગરપાલિકામાં ૨૮ સભ્યો છે જેમાંથી ૧૧ સભ્યો ભાજપના અને ૧૭ સભ્યો અપક્ષના ચૂંટાયા છે. જેમાં ગઈ ટર્મમાં ભાજપની બોડી બની હતી. પણ એ વખતે ૭ સભ્યોએ અપક્ષને વોટ આપ્યો હતો. બીજી ટમની વાત કરવામાં આવે તો આ વખતે પણ આ ૭ સભ્યોમાંથી ૩ સભ્યોએ અપક્ષને વોટ આપી અપક્ષના મહિલા પ્રમુખ ઉમેદવારને વિજય બનાવ્યા હતા.
પરંતુ આજે પહેલી ટર્મમાં ભાજપના વ્હીપનો અનાદર કરી અપક્ષને વોટ આપવા બદલ આ ૭ સભ્યોને પોતાનું સભ્યપદ ગુમાવું પડ્યું છે. મહત્વની વાત કરવામાં આવે તો આ ૭ સભ્યો પૈકી ૧ સભ્યને આ વખતે ઉપપ્રમુખનું મેન્ડેટ આપવામાં આવ્યું હતું અને આ સભ્ય બિનહરીફ ચૂંટાઈને ઉપપ્રમુખ બન્યા હતા, પણ આજે તેમને એ પદ પણ ગુમાવું પડ્યું છે.
ડાકોરના ભાજપના રાજકારણમાં ૨ જૂથ ચાલી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. પહેલું જૂથ ખેડા સંસદ દેવુસિંહનું અને બીજું જૂથ નવા પાર્ટીમાં જોડાયેલા રામસિંહ પરમારનું આ ૭ સભ્યો સસ્પેન્ટ થવા બાબતનું મૂળ કારણ રામસિંહ પરમારના જૂથમાં છે તેવું સભ્યો જણાવી રહ્યા છે.

Related posts

અજાણ્યા વ્યક્તિને ફેસબુક ઉપર મિત્ર બનાવતા હોય, તો સાવધાન… રૂ. ૧૨ લાખની લૂંટ મચાવી

Charotar Sandesh

સર્વ સમાજ સેવા સંગઠન દ્વારા ગરીબો અને જરૂરિયાતમંદ લોકોને ભોજન-કપડાનું વિતરણ કરાયું

Charotar Sandesh

વડતાલ રોડની ગુરૂકુલ ઈન્ટરનેશનલ સ્કુલમાં વિદ્યાર્થી-વાલીઓનો હોબાળો : ગંભીર આક્ષેપો લગાવાયા, પોલિસ ઘટનાસ્થળે

Charotar Sandesh