Charotar Sandesh
ઈન્ડિયા

ડેલ્ટા પ્લસ વેરિયન્ટ મુદ્દે એઇમ્સના ડાયરેક્ટર ગુલેરિયાએ કર્યા નવા ખુલાસા…

કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિયન્ટને લઇને લોકોમાં આશંકાઓ…

ન્યુ દિલ્હી : કેન્દ્ર સરકારે ભલે કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિયન્ટને ચિંતાનું કારણ માન્યું છે અને આને લઇને લોકોમાં આશંકાઓ પણ છે, પરંતુ એમ્સના ડાયરેક્ટર રણદીપ ગુલેરિયાનું કહેવું છે કે, અત્યાર સુધી એવો કોઇ ડેટા મળ્યો નથી જેના આધારે એ કહી શકાય કે ડેલ્ટા પ્લસ વેરિયન્ટને લીધે વધુ મોત થયા છે અથવા તેનું સંક્રમણ ઝડપથી ફેલાઇ રહ્યું છે. ઉપરાંત કોરોના વેક્સિનને માત આપવાની વાત પણ કોઇ ડેટાથી પુષ્ટ થતી નથી. રણદીપ ગુલેરિયાએ કહ્યું કે, જો કોરોનાનો સામનો કરવા માટે નક્કી કરાયેલા પ્રોટોકોલનું પાલન કરવામાં આવે તો કોઇપણ નવા ઉભરતાં વેરિયન્ટથી સુરક્ષિત રહેશો.

આ ઉપરાંત કોરોના વેક્સિનના બે ડોઝમાં અલગ-અલગ રસી લગાવવાની વાત પણ પણ તેમણે કહ્યું કે, આ મામલે વધુ સ્ટડી કરવાની જરૂર છે. તેમણે કહ્યું કે, કેટલીક સ્ટડીઝમાં એવું કહેવામાં આવ્યું છે કે તે વધુ પ્રભાવશાળી હોઇ શકે છે, પરંતુ આ અંગે વધુ ડેટા એકઠો કરવાની જરૂર છે. તેમણે કહ્યું કે, હાલની સ્ટડીના આધારે આ પ્રયોગને લાગુ કરી શકાય નહીં.

ભારતમાં ડેલ્ટા પ્લસ વેરિયન્ટનો પ્રથમ કેસ ૧૧ જૂને સામે આવ્યો હતો. આ ડેલ્ટા વેરિયન્ટથી જ બદલાઇને બન્યું છે. અત્યાર સુધી ભારત સહિત ૧૨ દેશોમાં આના કેસ મળી ચૂક્યાં છે. ઉપરાંત ભારતની વાત કરીએ તો, રાજસ્થાન, જમ્મુ-કાશ્મીર, તમિલનાડુ અને કર્ણાટક સહિત ૧૨ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ડેલ્ટા પ્લસ વેરિયન્ટના કેસ મળ્યાં છે. હેલ્થ મિનિસ્ટ્રી અનુસાર, દેશમાં અત્યાર સુધી ડેલ્ટા પ્લસ વેરિયન્ટના ૫૧ કેસ મળ્યા છે.

Related posts

પ્રયાગરાજમાં ઇફકો પ્લાન્ટમાં મોટી દુર્ઘટના, ગેસ લીકેજથી ૨ અધિકારીઓના મોત…

Charotar Sandesh

લોકોને રાહત : કોરોના દર્દીઓના ઘરની બહાર પોસ્ટર લગાવવા પર સુપ્રિમની રોક…

Charotar Sandesh

નેટફ્લિક્સ ઇન્ડિયા ૧૦ નવી ઓરિજિનલ ફિલ્મ્સ રજૂ કરશે

Charotar Sandesh