Charotar Sandesh
સ્પોર્ટ્સ

ડેવિડ વોર્નર આઇપીએલમાં રમવા માટે તૈયાર…

મેલબર્ન : અત્યારે દુનિયાભારમાં કોવિડ-૧૯ મહામારીનો પ્રકોપ જારી છે ત્યારે ઓસ્ટ્રેલિયાના ઓપનર ડેવિડ વોર્નરના મેનેજરે કહ્યું કે, જો આઈપીએલ ૨૦૨૦ના ૧૩માં ચરણનું આયોજન થશે તો ડેવિડ તેમાં રમશે. ગયા અઠવાડિયે, આઈપીએલને ૧૫ એપ્રિલ સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી અને મહામારીને ધ્યાનમાં રાખીને તેના આયોજન અંગે હજી પ્રશ્નાર્થ છે. વોર્નરના મેનેજર જેમ્સ અર્સકિને કહ્યું, જો આઇપીએલ યોજાય તો ડેવિડ વોર્નર તેમાં રમશે.
વિશ્વની સૌથી મોટી આકર્ષક ટી-૨૦ ટૂર્નામેન્ટ આઇપીએલ કોરોના વાયરસના કારણે ગત સપ્તાહે ૧૫ એપ્રિલ સુધી સ્થગિત કરવામાં આવી હતી. અત્યાર સુધીમાં કોરોનાથી ૯,૦૦૦ થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે અને વિશ્વભરમાં ૨,૦૦,૦૦૦થી વધુ લોકો સંક્રમિત છે.

આ વર્ષે આઈપીએલમાં ૧૭ ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ ભાગ લેવાના છે. બીજી તરફ ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (સીએ) હજી પણ તેની સમીક્ષા કરી રહ્યું છે કે, તેના ખેલાડીઓને તેનો ભાગ બનવાની મંજૂરી આપવી જોઈએ કે નહીં. આ ટૂર્નામેન્ટમાં વોર્નર ઉપરાંત સ્ટીવ સ્મિથ, પેટ કમિન્સ અને ગ્લેન મેક્સવેલ પણ રમશે. ઉપરાંત કોઈને પણ દેશની બહાર મુસાફરી ન થાય તે માટે ઓસ્ટ્રેલિયાન સરકારે અનિશ્ચિત (લેવલ ૪) મુસાફરી પર પ્રતિબંધ જારી કર્યો છે.

Related posts

અંડર-૧૯ વર્લ્ડ કપ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત, પ્રિયમ ગર્ગ સુકાનપદ સંભાળશે…

Charotar Sandesh

મોટેરા સ્ટેડિયમના ઉદ્ધાટન પ્રસંગે રાષ્ટ્રપતિ-વડાપ્રધાન હાજર રહે તેવી શક્યતા…

Charotar Sandesh

રોહિત શર્માને સૌથી નાના ફોર્મેટમાં ભારતની કેપ્ટનશીપ સોંપી દેવી જોઈએ : મોન્ટી પાનેસર

Charotar Sandesh