Charotar Sandesh
બોલિવૂડ

ડ્રગ્ઝ કેસઃ અર્જુન રામપાલના સાળાની એનસીબીએ પ્રતિબંધિત ડ્રગ્ઝ સાથે ઝડપ્યો

મુંબઈ : વિવેક ઓબેરોયના સાળા આદિત્ય અલ્વા પછી હવે એનસીબી (નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો)એ અર્જુન રામપાલની પાર્ટનર ગેબ્રિએલ ડેમેટ્રીયડ્‌સના ભાઈ અગિસિલાઓસને અરેસ્ટ કર્યો છે. અગિસિલાઓસ પાસે ચરસ અને બેન ટેબ્લેટ અલ્પ્રાજોલમ મળી. એનસીબીએ તેને લોનાવાલાથી અરેસ્ટ કર્યો છે. આ કેસમાં હવે અર્જુન રામપાલ અને ગેબ્રિએલની પણ પૂછપરછ થઇ શકે છે. અગાઉ એક ડ્રગ પેડલરે એનસીબી સમક્ષ એવી કેફિયત આપી હતી કે અર્જુન રામપાલ સુપરસ્ટાર શાહરૂખખાનને ડ્રગ્ઝ સપ્લાય કરે છે.
એ જોતાં રામપાલના સાળાની ધરપકડને લીધે ક્રમશઃ શાહરૂખ સુધી પણ તપાસનો રેલો પહોંચી શકે છે. એનસીબી અનુસાર તે ડ્રગ્સ સપ્લાય કરતો હતો. એજન્સીએ તેની સપ્લાય ચેનને ટ્રેક કરીને અમુક પુરાવા પણ મેળવ્યા છે. ક્વિન્ટના સમાચાર અનુસાર ૩૦ વર્ષીય અગિસિલાઓસ અન્ય ડ્રગ પેડલર્સ સાથે જોડાયેલો છે. જેને આ કેસમાં આરોપી બનાવવામાં આવ્યા છે. એનસીબીના સૂત્રોએ જણાવ્યું કે અગિસિલાઓસ ડેમેટ્રીયડ્‌સ ભારતમાં ઘણો સમય પસાર કરતો હતો અને માર્કેટિંગ સાથે જોડાયેલો હતો.
અગિસિલાઓસને એનડીપીએસ એક્ટની ધારા ૨૭એ હેઠળ ૧૮ ઓક્ટોબરે કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો. એનસીબીને બે દિવસ માટે અગિસિલાઓસની કસ્ટડી મળી છે. સ્વાભાવિક છે કે આ પહેલાં દીપિકા પાદુકોણની વાઇરલ ચેટમાં અગિસિલાઓસના જીજુ એટલે કે અર્જુન રામપાલનું નામ સામે આવી ગયું છે. જોકે, એનસીબીએ હજુ આની પુષ્ટિ કરી નથી પરંતુ ગેબ્રિએલના ભાઈનું કનેક્શન સામે આવ્યા બાદ અર્જુન ડ્રગ્સ બિઝનેસમાં હશે તેવો અંદાજ ફરી લગાવવામાં આવી રહ્યો છે.

Related posts

આમિર ખાનની દિકરી છેલ્લા ૪ વર્ષથી ડિપ્રેશનમાં..!!

Charotar Sandesh

‘ઠગ્સ’ની નિષ્ફળતા બાદ હવે આમિર દિવાળી પર ફિલ્મ રિલિઝ નહીં કરે

Charotar Sandesh

કેજીએફ-૨ ૨૩ ઓક્ટોબરે રિલિઝ થશે…

Charotar Sandesh