Charotar Sandesh
બોલિવૂડ

ડ્રગ્સ મામલે સીસીબીની કન્નડ એક્ટ્રેસ રાગિની દ્વિવેદીના ઘર પર રેડ…

મુંબઈ : કર્ણાટક સેન્ટ્રલ ક્રાઈબ બ્રાન્ચ (સીસીબી)એ શહેરના ઉત્તર ભાગમાં આવેલ કન્નડ એક્ટ્રેસ રાગિની દ્વિવેદીના ઘર પર રેડ પાડી હતી. કન્નડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડ્રગ કેસ સાથે કથિત રીતે એક્ટ્રેસના તાર જોડાયેલ હોવાની તપાસ કરવાના ભાગરૂપે આ રેડ પાડવામાં આવી હતી. પોલીસે શુક્રવારે આ વાતની જાણકારી આપી હતી. સીસીબીના એસપી કે. પી. ગૌતમે અહીં આઈઈએનએસને જણાવ્યું કે, “રાગિનીની અટયાકત કરવામાં નથી આવી પરંતુ અમારી ઓફિસમાં કન્નડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના ડ્રગ્સ કેસમાં કથિત રીતે તેના તાર જોડાયેલ હોવા વિશે પૂછપરછ કરવામાં આવી છે અને સાથે જ એ પણ જાણકારી લેવામાં આવી કે શું તે પણ ડ્રગ્સનું સેવન કરે છે કે નહીં. ઘર પર સીસીબી દ્વારા રેડ બાદ સમન્સ આપ્યાના કલાકો બાદ રાગિની એજન્સીની ઓફિસે પહોંચી હતી. બેંગલુરુ એસડી સંદીપ પાટિલે અહીં પત્રકારોને જણાવ્યું કે,
કોર્ટથી સર્ચ વોરન્ટ લઈને એક મહિલા ઇન્સપેક્ટર સહિત સીસીબીના ૭ અધિકારી રાગિનીના સમગ્ર એપાર્ટમેન્ટની તલાશી લીધી જેથી ઘરમાં પ્રતિબંધ કરવામાં આવેલ ડ્રગ્સના કોઈ પુરાવા મળી જાય. ગૌતમે આગળ જણાવ્યું “ગુરુવારે અમારી તપાસ ટીમની સામે હાજર થવામાં નિષ્ફળ રહેવાના કારણએ રાગિની અમારી બીજી નોટિસ આપ્યા બાદ ઓફિસ પહોંચી. પૂછપરછ હાલમાં ચાલુ છે. સવારથી આ તપાસ ચાલુ છે. જોકે પાટિલે એ નથી જણાવ્યું કે, શું તેના ઘરેથી ટીમને કોઈ ગેરકાયેદસર વસ્તુ હાથ લાગી છે કે નહીં. તપાસ દરમિયાન ટીમને બધા રૂપ, કિચન સહિત દરેક વસ્તુની ઝીણવટથી તપાસ કરી હતી.
પાટિલે કહ્યું, “તલાશી લેવાની પ્રક્રિયા પૂરી થયા બાદ જ તેના પર જાણકારી આપવામાં આવશે. સાથે જ તેમણે એ વાતની પણ પુષ્ટી કરી કે ૩૦ વર્ષીય એક્ટ્રેસ તપાસ દરમિયાન ઘરમાં હાજર હતી. ગુરુવારે સાંજે કથિત રીતે ડ્રગ્સના સપ્લાઈ કરવાના આરોપમાં અટકાયત કરવામાં આવેલ રાગિનીના મિત્ર રવિ શંકરે જાણકારી આપ્યા બાદ ટીમે એક્ટ્રેસને ત્યાં રેડ પાડી.

Related posts

સુશાંતની મોત પાછળ કોની ચાલ છે એ હું જાણું છુ : શેખર કપૂરનો ધમાકો

Charotar Sandesh

અક્ષય કુમારે શરૂ કરી ફિલ્મ‘પૃથ્વીરાજ’ની શૂટિંગ, ફિલ્મ ડિરેક્ટરે આપી માહિતી

Charotar Sandesh

ડ્રગ્સ કેસમાં કોમેડિયન ભારતી અને હર્ષની પૂછપરછ માટે અટકાયત…

Charotar Sandesh