Charotar Sandesh
ઈન્ડિયા સ્પોર્ટ્સ

તમારા સંન્યાસથી ૧૩૦ કરોડ ભારતીયો નિરાશઃ વડાપ્રધાનનો ધોનીને પત્ર…

દરેક ભારતીય ક્રિકેટરમાં તમારા યોગદાન બદલ આભારી છે…

ન્યુ દિલ્હી : ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ ૧૫ ઓગસ્ટ સ્વતંત્રતા દિવસના રોજ ૧૯.૨૯ કલાકે ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસની ઘોષણા કરી હતી. ધોનીના આ એલાન બાદ ભારત સહિત સમગ્ર ક્રિકેટ જગતમાં ખળભળાટ મચી ગયો હતો. અને તે બાદ દેશ સહિત વિશ્વભરની હસ્તીઓએ ધોનીના કેરિયરના વખાણ કર્યા હતા. તેવામાં આજે ધોનીએ પોતાના ટ્‌વીટર એકાઉન્ટ પર એક પોસ્ટ કરી છે. પીએમ મોદીએ ધોનીનાં સંન્યાસને લઈ એક પત્ર લખ્યો હતો. ધોનીએ ટ્‌વીટ કરીને પીએમ મોદીનો આભાર વ્યક્ત કર્યો છે.
મહેન્દ્રસિંહ ધોનીએ ટ્‌વીટ કરતાં લખ્યું કે, એક કલાકાર, સૈનિક અને ખેલાડીને પ્રશંસાની કામના હોય છે. તે ઈચ્છે છે કે તેની મહેનત અને બલિદાનને સૌ કોઈ જાણે. આભાર વડા પ્રધાન નરેન્દ્ર મોદી, તમારા તરફથી મળેલી પ્રશંસા અને શુભકામનાઓ માટે.
પીએમ મોદીએ ધોનીનાં નામે લખેલાં આ પત્રમાં લખ્યું છે કે, તમારામાં નવા ભારતની આત્મા ઝલકે છે, જ્યાં યુવાઓની નિયતી તેમના પરિવારનું નામ નક્કી કરતો નથી, પણ તે પોતે જ પોતાનું નામ હાંસલ કરે છે.
પીએમ મોદીએ લખ્યું કે, ૧૫ ઓગસ્ટે તમે તમારા સાદા અંદાજમાં એક નાનો વીડિયો શેર કર્યો જે સમગ્ર દેશમાં એક લાંબી અને ઝનૂની ચર્ચા માટે ઘણી હતી. ૧૩૦ કરોડ ભારતીયો નિરાશ છે, પણ સાથે જ જે તમે છેલ્લા દોઢ દાયકામાં ભારત માટે કર્યું તેના માટે તમારા આભારી પણ છે. તમારા કેરિયરને જોવાની એક રીત આંકડાના ચશ્માથી જોવાની છે. તમે ભારતીય ક્રિકેટના સૌથી સફળ કેપ્ટનોમાં સામેલ છો. ભારતને દુનિયાની ટોપની ટીમ બનાવવા માટે તમારું મહત્વપુર્ણ યોગદાન છે. ક્રિકેટના ઈતિહાસમાં તમારું નામ દુનિયાના સર્વશ્રેષ્ઠ બેટ્‌સમેનોમાં, સર્વશ્રેષ્ઠ કેપ્ટનોમાં અ ને નિઃસંદેહ સર્વશ્રેષ્ઠ વિકેટકીપર્સમાં આવશે.
પીએમ મોદીએ આગળ લખ્યું કે, મુશ્કેલ પરિસ્થિતિમાં તમારા પર નિર્ભરતા અને મેચને ખતમ કરવાની તમારી સ્ટાઈલ, ખાસ કરીને ૨૦૧૧ વર્લ્ડ કપ ફાઈનલ, પેઢીઓ સુધી લોકો યાદ રાખશે.

Related posts

મહારાષ્ટ્રમાં ૩૦ ડિસેમ્બરે કેબિનેટ વિસ્તરણઃ ૩૬ ધારાસભ્યો મંત્રી બનશે…

Charotar Sandesh

પશ્ચિમ બંગાળના જલપાઇગુડીમાં ગમખ્વાર અકસ્માત : ૧૩ લોકોના મોત

Charotar Sandesh

વડાપ્રધાન મોદીની સંપત્તિમાં એક વર્ષમાં ૩૬ લાખનો વધારો : કુલ સંપત્તિ ૨.૮૫ કરોડ…

Charotar Sandesh