Charotar Sandesh
બોલિવૂડ

તાપસી પન્નુની ‘થપ્પડ’ ફિલ્મે પ્રથમ દિવસે ૩ કરોડની કમાણી કરી…

મુંબઈ : બોલિવૂડ એક્ટ્રેસ તાપસી પન્નુની ફિલ્મ ‘થપ્પડ’ ૨૮ ફેબ્રુઆરીએ રિલીઝ થઈ ચૂકી છે. ડોમેસ્ટિક વાયલોન્સ બતાવતી આ ફિલ્મની કમાણીની શરૂઆત ધીમી થઈ છે. ડિરેક્ટર અનુભવ સિંહાએ ફિલ્મમાં સેન્સિબલ ટોપિક બતાવ્યો છે, તેમ છતાં ફિલ્મે પ્રથમ દિવસે ૩.૦૭ કરોડ રૂપિયાની કમાણી કરી છે.

‘થપ્પડ’ ફિલ્મને સેન્ટર બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશને એક પણ કટ વગર અનરિસ્ટ્રિક્ટેડ સર્ટિફિકેટ આપ્યું હતું. ડિરેક્ટર અનુભવ સિંહાની આ ફિલ્મ ૧૪૪.૨૮ મિનિટની છે. ફિલ્મમાં તાપસી ઉપરાંત પવેલ ગુલાટી તથા કુમુદ મિશ્રા મહત્ત્વના રોલમાં છે. ફિલ્મને અનુભવ સિંહા તથા ભૂષણ કુમારે પ્રોડ્યૂસ કરી છે.

ફિલ્મ રિલીઝ થઈ તે પહેલાં ટિ્‌વટર પર ‘બોયકોટ થપ્પડ’ ટ્રેન્ડ થયું હતું. આ ફિલ્મને અનુભવ સિંહાએ ડિરેક્ટ કરી છે. તાપસી પન્નુએ ગયા મહિને જેએનયુ-જામિયા યુનિવર્સિટીમાં થયેલી હિંસા વિરુદ્ધ થયેલા પ્રદર્શનમાં ભાગ લીધો હતો. ડિરેક્ટર અનુભવ સિંહાએ સીએએ-એનઆરસીનો વિરોધ કર્યો છે. ‘બોયકોટ થપ્પડ’ ટ્રેન્ડિંગ બાબતે તાપસીએ કહ્યું હતું કે, કલાકારોના અંગત અભિપ્રાય ક્યારેય તેમની પ્રોફેશનલ લાઈફને અસર કરતા નથી. એક્ટરના સોશિયો-પોલિટિકલ વ્યૂઝના આધારે જો લોકો નક્કી કરતા હોય કે તેઓ આ ફિલ્મ જોશે કે નહીં, તે વાત જ મૂર્ખામી જેવી છે.

Related posts

વરુણ ધવન-નતાશા દલાલની પ્રી વેડિંગ સેરેમની મુંબઈમાં, ‘મેન્શન હાઉસ’ રિસોર્ટમાં ફેરા…

Charotar Sandesh

દેશમાં અફરાતફરીનો માહોલ છે. એવામાં હું જન્મદિવસ કેવી રીતે મનાવું…

Charotar Sandesh

લતા મંગેશકરે રૂ. સાત લાખ મુખ્ય પ્રધાન રાહત ફંડમાં દાન કર્યા…

Charotar Sandesh