Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

તા.૧૧મી ડિસેમ્બર સુધી પોતાના ખાતામાં ઓછામાં ઓછી રૂા.૫૦૦ની સિલક જમા કરી દે…

પોસ્ટ ઓફિસના બચત ખાતેદારો ખાસ વાંચે…

જો બચત ખાતાના ખાતામાં બેલેન્સ 0 થઈ જશે તો ખાતું આપો આપ બંધ થઈ જશે…

આણંદ : ભારત સરકાર દ્વારા પોસ્ટ ઓફિસમાં ખોલવામાં આવતા બચત ખાતાને લઈને નિર્ણય કરવામાં આવ્યો છે કે પોસ્ટ ઓફિસના બચતખાતા ધારકે ઓછામાં ઓછી રૂા.૫૦૦ની સિલક પોતાના ખાતામાં જમા રાખવાની રહેશે.
જો કોઈ પણ સંજોગોમાં ખાતાધારક ઓછામાં ઓછી રૂા.૫૦૦ની સિલક પોતાના ખાતામાં જમા નહીં રાખે તો તેવા સંજોગોમાં તે ખાતાધારક પાસેથી રૂા.૧૦૦ વાર્ષિક ફી તથા ૧૮ રૂા.નો જી.એસ.ટી વસુલવામાં આવશે ઉપરાંત આવી ફી લીધા બાદ જ્યારે તે ખાતેદારનું ખાતું શૂન્ય થશે તો તેનું ખાતું આપો આપ બંધ થઈ જશે.
તો ખાતેદારોએ તા.૧૧મી ડિસેમ્બર સુધીમાં પોતાના ખાતામાં ઓછામાં ઓછા રૂા.૫૦૦ કે તેથી વધુની સિલક જમા કરાવી દેવા આણંદ ડીવીઝનના સુપ્રી.ઓફ પોસ્ટઓફીસે એક યાદી દ્વારા જણાવ્યું છે.

Related posts

ચુંટણીમાં મતદારોને કોઇપણ પ્રકારની લોભ-લાલચ-પ્રલોભન કે ધાક-ધમકી આપી શકાશે નહીં : ગુનો નોંધાશે

Charotar Sandesh

અડાસ સર્વોદય કુમાર શાળા ખાતે જળસંચય માટે વરસાદી પાણીને જમીનમાં ઉતારવા માટેનો પ્રોજેક્ટ કરાયો

Charotar Sandesh

સમગ્ર આણંદ જિલ્‍લામાં લાગુ કરાયેલ હથિયારબંધી તેમજ સુરૂચિનો ભંગ થાય તેવા કૃત્‍યો કરવા ઉપર મનાઇ

Charotar Sandesh