Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

તા.૨જી ઓક્ટોબરથી જિલ્લામાં નસાબંધી સપ્તાહની ઉજવણી કરવામાં આવશે…

વ્યસન મુક્ત બની તંદુરસ્ત સમાજનું નિર્માણ કરીએ અને જીવનમાં ઉન્નતિ લાવીએ…

આણંદ : જીવનમાં આવતા સંઘર્ષ, દુઃખ, ક્લેશથી બચવા માટે માણસો મોટા ભાગે વ્યસનનો આશરો લેતા હોય છે. વ્યસનના નશામાં ડૂબી જઈ ઘડીભર માણસ તેના દુઃખને ભૂલી જવા મથે છે. કેટલાક લોકો બે ઘડી આનંદ લૂટવા માટે પણ વ્યસન કરે છે. વ્યસન વધારે તો દુઃખ આપનાર અને સુખ ઝૂંટવી લેનાર નશો છે. તેના આદતથી તન-મન-ધનના વ્યય સિવાય કાંઈ પ્રાપ્ત થતું નથી. વ્યસને માણસ માટે કલંકરૂપ બાબત ગણાય. આજનું યુવાધન આ વ્યસનરૂપી રાક્ષસના સકંજામાં ન સપડાય તેના માટે સઘન પ્રયાસો આવશ્યક અને અનિવાર્ય છે.

નશાબંધી અને આબકારી ખાતા દ્વારા પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ તા.૨ થી ૮ ઓકટોબર-૨૦૨૦ દરમિયાન વ્યક્તિથી માંડીને સમસ્ત સમાજ નિર્વ્યસની બને અને તંદુરસ્ત સમાજના નિર્માણના ભાગરૂપે આણંદ જિલ્લામાં નશાબંધી સપ્તાહની ઉજવણી જિલ્લા નશાબંધી સમિતિના  અધ્યક્ષ અને જિલ્લા કલેકટર શ્રી આર.જી. ગોહિલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવનાર આવનાર હોવાનું આણંદના નાશાબંધી અને આબકારી અધિક્ષક શ્રી એચ.પી. સીસોદીયાએ એક યાદી દ્વારા જણાવ્યું છે.

આ ઉજવણીનો પ્રારંભ તા.૨જીના રોજ સવારે ૯.૩૦ કલાકે ગામડી ઝેવિયર્સ રેસીડન્સીના ચર્ચ ખાતે વ્યસન મુક્તિ સંમેલનથી કરવામાં આવશે આજ રીતે તા.૩જીના રોજ સાંજે ૫.૦૦ કલાકે લાંભવેલના શ્રી હનુમાનજી મંદિર ખાતે ભવાઈ, પોસ્ટર પ્રદર્શન તથા પત્રિકા વહેચણી કરવામાં આવશે, તા.૪થીના રોજ સવારે ૧૦.૦૦ કલાકે મોટી ખોડીયાર ગામના શ્રી ખોડીયાર માતા મંદિર અને સાંજે ૫.૦૦ કલાકે  ચાવડાપુરા વિસ્તાકમાં ભવાઈ, પ્રદર્શન અને પત્રિકા વિતરણ કરવામાં આવશે, તા.૫મીના રોજ સાંજે ૫.૦૦ કલાકે  કલમસર ગામમાં ભવાઈ, પોસ્ટર પ્રદર્શન તથા પત્રિકા વિતરણ જયારે ઉંદેલ ગામમાં સાજે ૬.૦૦ કલાકે નશાબંધી આધારીત ભવાઈ કાર્યક્રમ કરવામાં આવશે, તા.૬ઠ્ઠીના રોજ સાંજે ૪.૦૦ કલાકે તારાપુર બસ સ્ટેન્ડ તથા બજાર વિસ્તારમાં ભવાઈ, પોસ્ટર પ્રદર્શન અને પત્રિકા વિતરણ કરવામાં આવશે, તા.૭મીના રોજ આંકલાવ બજાર વિસ્તારમાં ભવાઈ, પોસ્ટર પ્રદર્શન અને પત્રિકા વિતરણ કરવામાં આવશે જ્યારે તા.૮મીના રોજ સવારે ૧૦.૦૦ કલાકે પી.એમ પટેલ પેરામેડીકલ કોલેજ, ગ્રીડ પાસે વ્યસનમુક્તિ સેમિનાર તથા નશાબંધી સપ્તાહનો સમાપન સમારોહ યોજવામાં આવશે.

આ ઉજણવણીમાં વ્યક્તિગત સંસ્થાઓ, ટ્રસ્ટો, સંસ્થાઓના સહયોગની સાથે સરકારશ્રીની કોવિડ-૧૯ સંબંધિત તમામ ગાઈડલાઈનનું પાલન કરી અને માસ્ક, સેનેટાઈઝર તથા સામાજિક અંતરની મદદથી કરવામાં આવશે તેમ તેમણે વધુમાં જણાવ્યું છે.

Related posts

વડોદરામાં મેઘાનો કહેર : ૫.૫ ઈંચ વરસાદથી રસ્તાઓ નદીમાં ફેરવાયા…

Charotar Sandesh

Corona Down : ૮ જિલ્લામાં શૂન્ય કેસ તો ૩ શહેર અને ૧૮ જિલ્લામાં સિંગલ ડિજિટમાં કેસ…

Charotar Sandesh

અડાસ ગામે શિક્ષકો અને ગ્રામજનોનો નવતર પ્રયોગ : પાંચ હજાર વૃક્ષો રોપણ કરવાનો નિર્ધાર…

Charotar Sandesh