Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

તા.૮મીના રોજ જિલ્લાના વયોવૃદ્ધોને રૂા.૩૨ લાખના ખર્ચે નિઃશુલ્ક જેકેટ અને ટોપીનું વિતરણ કરાશે…

ગોકુલધામ નાર દ્વારા સેવાકીય પ્રવૃત્તિઓના ભાગરૂપે અમેરીકાના વર્જીનીયાબીચ સેવા મંડળના આર્થિક સહયોગથી વિતરણનું આયોજન…

આણંદ : શિયાળાની ઋતુમાં વયોવૃદ્ધ નાગરિકોને ઠંડીથી રક્ષણ મળી રહે તે માટે ગોકુલધામ નાર દ્વારા સેવાકીય પ્રવૃત્તિઓના ભાગરૂપે આ વર્ષે શિયાળાની ઋતુ પૂર્વે આણંદ જિલ્લાના જરૂરીયાતમંદ વડીલ-બા દાદાઓને આગામી તા.૦૮-૧૧-૨૦૨૦ના રોજ સવારે ૧૦.૩૦ કલાકે ગોકુલધામ નાર ખાતે નિઃશુલ્ક જેકેટ અને ટોપીના વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવનાર છે.

જેમાં અમેરીકાના વર્જીનીયાબીચ સેવા મંડળના આર્થિક સહયોગથી આણંદ જિલ્લાના જરૂરિયાતમંદ બા-દાદાઓ માટે રૂા.૩૨ લાખના ખર્ચે ૧૧ હજાર જેકેટ અને ૧૧ હજાર ટોપીના વિતરણનું આયોજન કરવામાં આવનાર હોવાનું ગોકુલધામ નારનાં સાધુ શુકદેવપ્રસાદદાસે જણાવ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગોકુલધામ નાર દ્વારા ભક્તિ સેવા આશ્રમ, ૧૧ ગામોમાં હોસ્પિટલ એર યૉટ ડોર દ્વારા  દરિદ્રનારાયણંની સેવા, હોસ્પિટલનાં દર્દીઓને વિનામૂલ્યે દૈનિક ટિફિન સેવા, ૨૨ સરકારી શળાઓમાં મિનરલ વોટરની નિઃશુલ્ક સેવા, ચેરીટી સ્કુલ તેમજ હોસ્ટેલ, ગૌશાળા જેવી નિયમિત સેવાઓ તેમજ જરૂરીયાતમંદ માતા કે પિતા વગરની સર્વ જ્ઞાતિય દિકરીઓના દર વર્ષે સમૂહ લગ્ન, વૃદ્ધાશ્રમોમાં અને વયોવૃદ્ધોને વોકીંગ સ્ટીકનું વિતરણ, ઉનાળાની ઋતુમાં ચંપલનું વિતરણ તથા છેવાડાના ગામોમાં નેત્ર નિદાન કેમ્પ દ્વારા આંખના ઓપરેશનની સેવાઓ જેવી સામાજિક, શૈક્ષણિક, આધ્યાત્મિક અને આરોગ્યલક્ષી અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે.

Related posts

ખંભાત : કલમસર ગામ પાસે કંપનીમાં ભીષણ આગ, ભારે જહેમત બાદ આગ કાબૂમાં…

Charotar Sandesh

ઉમરેઠ તાલુકાના વણસોલના ખેડૂતે ડાંગરની સરળતાથી રોપણી માટેનું હલકું ફૂલકું ડ્રમ સીડર બનાવ્યું…

Charotar Sandesh

સોજિત્રામાં ૧૭ ખેતમજૂરો ભરેલી ટેમ્પી કેનાલમાં ખાબકી, ૨ના મોત, ૩ લાપતા…

Charotar Sandesh