Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

તા.૯ થી તા.૧૪મી જુલાઈ દરમિયાન ઓનલાઈન ભરતી મેળાનું આયોજન કરાશે…

રોજગાર વાંચ્છુ ઉમેદવાર વેબસાઈટ / ઈ-મેલ અથવા રોજગાર કચેરી ખાતે આવેલ પોસ્ટ બોક્ષમાં રજીસ્ટ્રેશન કરાવી શકશે…

નોકરીદાતાઓ દ્વારા ઉમેદવારોનો ટેલીફોનીક અથવા વોટ્સએપ વિડીયો કોલીંગ દ્વારા ઈન્ટરવ્યુ લેવામાં આવશે…

આણંદ : રોજગાર ભરતીમેળા જિલ્લા રોજગાર કચેરી (મોડેલ કેરીયર સેંટર) આણંદ દ્વારા તા.૦૯-૦૭-૨૦૨૦ થી તા.૧૪-૦૭-૨૦૨૦  ના રોજ સવારે ૧૧:૦૦ થી સાંજનાં ૦૫:૦૦ દરમિયાન ઓનલાઈન રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલ છે.

હાલમાં કોવિડ-૧૯ મહામારીની સ્થિતિમાં હેલ્થ વિભાગની ગાઈડ લાઈનને ધ્યાને લેતા સોશિયલ ડિસ્ટન્સીંગનું પાલન કરવુ તથા વધુ વ્યક્તિઓએ એક જગ્યાએ ભેગા ન થવાની સૂચનાને અનુસરતા આણંદ જિલ્લાનાં રોજગારવાંચ્છુ ઉમેદવારોને રોજગારી મળી રહે તેમજ નોકરીદાતાને યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવાર મળી રહે તે માટે ઓનલાઈન રોજગાર ભરતીમેળાનું આયોજન કરવામાં આવી રહ્યું છે

તદ્દઅનુસાર ઓનલાઈન રોજગાર ભરતીમેળામાં ઉમેદવારે નામ નોંધાવા માટે સૌ પ્રથમ જિલ્લા રોજગાર કચેરી દ્વારા બનાવવામાં આવેલ વેબસાઈટ mccanand.blogspot.com , ઈ-મેલ આઈ.ડી mcc.anand01@gmail.com, eoanand@yahoo.com અથવા તો રોજગાર કચેરી ખાતે આવેલ પોસ્ટ બોક્ષમાં પોતાનું નામ રજીસ્ટર કરાવવાનું રહેશે. જ્યારે ઉમેદવારને આ અંગે વધુ માહિતી ફેસબુક પેજ Model Career Center Anand અથવા યુટ્યુબ ચેનલ Mccanand  પરથી મેળવી શકશે. જેમાં એસ.એસ.સી, એચ.એસ.સી, આઈ.ટી.આઈ. ડિપ્લોમાં તથા અન્ય ગ્રેજ્યુટ જેવી લાયકાત ધરાવતા ૧૮ થી ૩૫ વર્ષની ઉમરનાં ઉમેદવારો ભાગ લઇ શકશે.

આ ભરતીમેળામાં મેન્યુફેક્ચરીંગ સેક્ટર, સર્વીસ સેક્ટર, તેમજ અન્ય સેક્ટરનાં નોકરીદાતાઓ દ્વારા નોંધાયેલ ખાલી જગ્યાઓ ઉપર ઉમેદવારની પ્રાથમિક પસંદગી કરવામાં આવશે. જે ઉમેદવારોએ રજીસ્ટ્રેશન કરાવેલ હશે તેવા જ ઉમેદવારોની વિગત ફોન નંબર સાથેની રોજગાર ભરતી મેળામાં ભાગ લેનાર કંપનીઓને તેમની ખાલી જગ્યાઓ અનુરૂપ આપવામાં આવશે.

જેથી આપની લાયકાતને અનૂરૂપ ખાલી જગ્યાઓ ધરાવતા નોકરીદાતા દ્વારા આપનો ટેલીફોનીક અથવા વોટ્સએપ વિડીયો કોલીંગ દ્વારા ઈન્ટરવ્યુ લેવામાં આવશે. જ્યારે જણાવવામાં આવે ત્યારે ઉમેદવારે જરૂરી ડોક્યુમેન્ટ સાથે રાખવા અને ઈન્ટર્વ્યુ માટે પૂર્વ તૈયારી રાખવાની રહેશે એમ જિલ્લા રોજગાર અધિકારીએ  એક યાદી દ્વારા જણાવ્યું છે.

Related posts

આણંદ સાંસદ લોકપ્રતિનિધિત્વ ધારા હેઠળ પદ જોખમનાં મુદ્દે સાંસદનો રદિયો

Charotar Sandesh

કોરોના વેક્સીનની કામગીરીમાં આરોગ્ય ટીમને અભિનંદન પાઠવતા કલેકટરશ્રી આર.જી.ગોહીલ…

Charotar Sandesh

Loksabha Election 2024 : મતગણતરી શરૂ : આણંદ-ખેડા સહિત ગુજરાતમાં ૧૨.૩૦ વાગ્યા સુધીના જુઓ અપડેટ

Charotar Sandesh