Charotar Sandesh
ઈન્ડિયા

….તો મોદી મોહન ભાગવતને પણ આતંકી ગણાવશે : રાહુલ ગાંધી

રાહુલ ગાંધી સહિત ત્રણ નેતાઓએ રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી આવેદન આપ્યું…
ત્રણ કૃષિ કાયદા રદ નહીં થાય ત્યાં સુધી ખેડૂતો ઘરે નહીં જાય, સરકારે સંસદનું સંયુક્ત સત્ર બોલાવવું જોઈએ અને આ કૃષિ કાયદાઓને પરત લેવા જોઈએ, જે પણ તેમની વિરુદ્ધ ઊભા રહેવાનો પ્રયાસ કરશે, તેઓ આતંકવાદી કહેવાશે
કૃષિ કાયદાથી દેશને નુકસાન થશે, લોકતંત્ર સપનામાં ભલે હોય પરંતુ હકીકતમાં તે બિલકુલ નથી, ખેડૂતો સામે દુનિયાની કોઇ શક્તિ જીતી ન શકે…
પોલીસે કલમ-૧૪૪ લાગુ કરી હોવાથી માર્ચ નીકાળે તે પહેલાં પ્રિયંકા ગાંધી સહિત કોંગ્રેસ નેતાઓની અટકાયત કરાઇ…

ન્યુ દિલ્હી : કેન્દ્ર દ્વારા લાવવામાં આવેલા ત્રણ નવા કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતો છેલ્લા ૨૯ દિવસથી દિલ્હીની સરહદો પર પ્રદર્શન કરી રહ્યા છે. ખેડૂત આંદોલનને લઇને કોંગ્રેસના રાહુલ ગાંધી સહિત ત્રણ નેતા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળ્યા હતા. બીજી તરફ કોંગ્રેસને માર્ચ નીકાળવાની મંજૂરી મળી નહોતી, જેને લઇને પ્રિયંકા ગાંધી વાડ્રા સહિત અન્ય કેટલાંક નેતાઓની અટકાયત કરવામાં આવી. જો કે પોલીસ દ્વારા થોડા સમય બાદ કોંગ્રેસના નેતાઓને છોડી દેવામાં આવ્યાં હતા. દિલ્હીમાં કોંગ્રેસની માર્ચ પહેલા પ્રિયંકા ગાંધીની અટકાયત કરવામાં આવી હતી. કોંગ્રેસના નેતાઓ વિજય ચોકથી રાષ્ટ્રપતિ ભવન માર્ચ યોજવાના હતા. જો કે આ અગાઉ કોંગ્રેસની આ માર્ચને પોલીસ દ્વારા મંજૂરી આપવામાં આવી નહોતી. આ બાદ કોંગ્રેસના ત્રણ નેતાઓને રાષ્ટ્રપતિ સાથે મુલાકાતની મંજૂરી મળી હતી. જેને લઇને કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી સહિત ગુલામ નબી આઝાદ, અધિર રંજને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે મુલાકાત કરી હતી. જ્યાં કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ બે કરોડ લોકોના હસ્તાક્ષર સહિત મેમોરેન્ડમ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને સોંપ્યું હતું. કોંગ્રેસે રાષ્ટ્રપતિને ત્રણ નવા કૃષિ કાયદા પરત લેવાની માંગ કરી હતી.
રાષ્ટ્રપતિને મળ્યા બાદ રાહુલ ગાંધીએ પત્રકારોને જણાવ્યું કે ભારતમાં લોકતંત્ર નથી બચ્યું. પાર્ટી નેતાઓની ધરપકડ અંગે તેઓએ કહ્યું કે લોકતંત્ર સપનામાં ભલે હોય પરંતુ હકીકતમાં તે બિલકુલ નથી.
કૃષિ કાયદાઓને લઈ વાયનાડના સાંસદે કહ્યું કે, ક્રોની કેપિટાલિસ્ટ્‌સ માટે વડાપ્રધાન મોદી નાણા બનાવી રહ્યા છે. જે પણ તેમની વિરુદ્ધ ઊભા રહેવાનો પ્રયાસ કરશે, તેઓ આતંકવાદી કહેવાશે. તે ભલે ખેડૂત હોય, શ્રમિક હોય કે મોહન ભાગવત હોય.
રાહુલ ગાંધીએ રાષ્ટ્રપતિ સાથે મુલાકાત બાદ કહ્યુ કે, રાષ્ટ્રપતિને અમે કહ્યુ કે આ જે કાયદા બનાવવામાં આવ્યા છે તે ખેડૂત વિરોધી છે અને તેમાં ખેડૂતો, મજૂરોને નુકસાન થવાનું છે. હું વડાપ્રધાનને કહેવા માંગુ છું કે ખેડૂત હટશે નહી, વડાપ્રધાને એમ ના વિચારવુ જોઇએ કે ખેડૂત, મજૂર ઘરે જતા રહેશે.
રાહુલ ગાંધીએ કહ્યુ કે સરકાર સંસદનું સંયુક્ત સત્ર બોલાવે અને આ કાયદાને તુરંત પરત લે. રાહુલ ગાંધીએ કહ્યુ કે, આજે ખેડૂત દુખી છે અને દર્દમાં છે, કેટલાક ખેડૂતોના મોત પણ થયા છે. રાહુલ ગાંધીએ કહ્યુ કે, ખેડૂતો સામે કોઇ શક્તિ ઉભી નથી થઇ શકતી, નવા કૃષિ કાયદાથી દેશને નુકસાન થશે. ખેડૂત કૃષિ કાયદા વિરૂદ્ધ ઉભા છે, તેમણે કાયદો પરત લેવો પડશે. સરકાર વિરૂદ્ધ બોલનારા લોકોને દેશદ્રોહી કહેવામાં આવે છે.

Related posts

આત્મનિર્ભર ભારત માટે પૂર્વોત્તરનો વિકાસ ઘણો જરૂરીઃ મોદી

Charotar Sandesh

દેશભરમાં એક સાથે ચૂંટણી યોજવાની મોદી સરકારની તૈયારી..!!

Charotar Sandesh

ઈડીનું સમન્સ મળતાં ભડક્યાં શિવસેનાના સંજય રાઉત, ચીન વિવાદ પર આપી સલાહ…

Charotar Sandesh