Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

તૌકતે વાવાઝોડામાં મૃત્યુ પામેલ વ્યક્તિના વારસદારને ચાર લાખનો ચેક આપી સહાય અપાઈ..

તૌકતે વાવાઝોડામાં મૃત્યુ પામેલ વ્યક્તિના વારસદારને ચાર લાખનો ચેક અપાવતા સાંસદ મિતેશભાઈ પટેલ અને જિલ્લા તંત્ર…

આણંદ : ચમારા ગામના વતની ભાઈલાલભાઈ મેલાભાઈ પઢીયાર નું વાવાઝોડા માં દુઃખદ અવસાન થયું હતું. સાંસદ મિતેષભાઈ પટેલ ની ભલામણ થી ગુજરાત સરકારે સાંસદ મિતેષભાઈ પટેલ દ્વારા આજરોજ રૂ 4 લાખ ચેક પરિવાર ને આપવામાં આવ્યો.અને કેન્દ્ર સરકારની જાહેરાત મુજબ 2લાખ ની સહાય ચૂકવવામાં આવશે. ઘરની સહાય માટે ખાસ કિસ્સામાં 95 હજાર આપવામાં આવશે.

સાંસદ સાથે આણંદ જિલ્લા ભાજપ મહામંત્રી રમણભાઈ સોલંકી, શ્રીમતી ડો. હંસાબેન રાજ દાહોદ જિલ્લા પ્રભારી, પ્રાંત અધિકારી ડી. આર પટેલ, પપ્પુભાઈ (આંકલાવ તાલુકા પ્રમુખ) મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, તલાટી કમ મંત્રી અને સરપંચ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

અંબાજી અકસ્માત : આંકલાવ તાલુકાના ખડોલ ગામે 6 મૃતકોની અર્થી ઉઠી : આખું ગામ સજ્જડ બંધ રહ્યું…

Charotar Sandesh

નાગરિકતા બીલના વિરોધમાં આણંદમાં યોજાનાર પ્રદર્શનને લઈ ચુસ્ત બંદોબસ્ત…

Charotar Sandesh

લોહપુરુષ સરદાર પટેલની ભૂમિ યોગમય બની : આણંદ જિલ્લામાં ૬ લાખ લોકો યોગમાં જોડાયા

Charotar Sandesh