Charotar Sandesh
વર્લ્ડ

ત્રણ લોકોની હત્યા બાદ ફ્રાન્સે ઇસ્લામી આતંકવાદ સામે યુદ્ધની જાહેરાત કરી…

અમેરિકા, યૂરોપના દેશો અને ભારતે ટેકો જાહેર કર્યો…

પેરિસ : ફ્રાન્સે ઇસ્લામી આતંકવાદ સામે યુદ્ધની જાહેરાત કરી હતી જેને અમેરિકા, યૂરોપના દેશો અને ભારતે પોતાનો ટેકો જાહેર કર્યો હતો.
પંદરેક દિવસ પહેલાં એક ઇતિહાસ શિક્ષકની હત્યા થઇ ત્યારે પણ ફ્રાન્સના પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોંએ એને ઇસ્લામી આતંકવાદની ઘટના ગણાવી હતી. ગુરૂવારે ફ્રાન્સના એક ચર્ચમાં ત્રણ વ્યક્તિન હત્યા થઇ હતી. ત્યાર બાદ ફ્રાન્સની સરકારે ઇસ્લામી આતંકવાદ સામે લડાઇની જાહેરાત કરી હતી.
યોગાનુયોગે મલેશિયાના ભૂતપૂર્વ વડા પ્રધાન અને કટ્ટરવાદી મુસ્લિમ નેતા મહાતીર મુહમ્મદે એક પછી એક ટ્‌વીટ કરીને એવો દાવો કર્યો હતો કે મુસ્લિમોને ફ્રાન્સના લોકોને મારવાનો અધિકાર છે. ફ્રાન્સે પોતાના ઇતિહાસમાં લાખો લોકોની હત્યા કરી હતી જેમાં અનેક મુસ્લિમો પણ હતા. મુસ્લિમોને આવા નરસંહારનો બદલો લેવા ફ્રાન્સની પ્રજાને મારવાનો અધિકાર હતો. આ ટ્‌વીટથી સમગ્ર યૂરોપમાં રોષની લાગણી ફરી વળી હતી.
જો કે ટ્‌વીટરે મહાતીરની આ ટ્‌વીટને ડિલિટ કરી નાખી હતી અને કહ્યું હતું કે આ પ્રકારની ટ્‌વીટ અમારા નીતિ નિયમોની વિરુદ્ધ હતી. જો કે ત્યાર પછી પણ મહાતીરે એવી ટ્‌વીટ કરી હતી કે હજુ સુધી મુસ્લિમોએ આંખનો બદલો આંખની નીતિ અખત્યાર કરી નથી. આ નીતિ અખત્યાર કરશે તો શું થશે એની કલ્પના ફ્રાન્સને નથી. આ ટ્‌વીટ ફ્રાન્સનેન એક પ્રકારની ચેતવણી હતી.
મહાતીરની સાથે પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાન અને તૂર્કીના રાષ્ટ્રપ્રમુખ રજબ તૈયબે પણ ફ્રાન્સમાં ઇસ્લામના નામ પર થઇ રહેલી હત્યાઓ અને હિંસાને વાજબી ઠરાવતી ટ્‌વીટ કરી હતી. તૂર્કીના પ્રમુખ રજબ તૈયબે કહ્યું હતું કે હું દુનિયાભરના મુસ્લિમોને હાકલ કરું છું કે ફ્રાન્સની ચીજો ખરીદશો નહીં. ફ્રાન્સે તૂર્કીની ચીજો ખરીદવી નહીં એવી હાકલ કરી છે તેમ હું તમને સૌને હાકલ કરું છું કે ફ્રાન્સની ચીજોનો બોયકોટ કરજો.
જો કે ઇસ્લામી આતંકવાદ સામે ઝુકવાનો ફ્રાન્સે સ્પષ્ટ શબ્દોમાં ઇનકાર કર્યો હતો અને એની સામે લડવાની જાહેરાત કરી હતી.

Related posts

ફ્રાન્સના વ્યંગ મેગેઝીન ચાર્લી હેબ્દોએ કાર્ટૂન દ્વારા બ્રિટન મહારાણી પર નિશાન સાધ્યું…

Charotar Sandesh

જાપાનમાં પૂર અને ભૂસ્ખલનના કારણે ભારે તારાજી : 13 લોકોના મોત : ત્રણની શોધખોળ

Charotar Sandesh

લોકડાઉનમાં છૂટછાટ બાદ ઈટાલીમાં ૪૪ લાખ લોકો કામ પર પરત ફર્યા…

Charotar Sandesh