૨૦૧૫માં બહાર પાડેલી સ્ટેનો-બી ભરતી રદ્દ કરાઇ…
૨૦૧૮માં બહાર પાડેલી ક્લાર્કની ભરતી ઉપરાંત હિસાબ,આંકડા,સુરક્ષાત,પરિવહન અધિકારીની ભરતી પણ રદ્દ…
ગાંધીનગર : ગુજરાત વિધાનસભામાં સરકારે ૧૦ વર્ષના ભરતી કેલેન્ડર મુજબ નોકરી આપવાની વાત કરી હતી. પણ હાલમાં જ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતાં યુવાનોને જોરદાર આંચકો લાગ્યો છે. કેમ કે, ૩ વર્ષ બાદ સરકારે એસટી વિભાગની ભરતીની જાહેરાત રદ કરી છે. જેને કારણે ઘણા સમયથી સરકારી નોકરીની આશ લઈને બેસેલાં યુવાનોને ઝાટકો લાગ્યો છે.
રાજ્ય સરકારે ૩ વર્ષ બાદ એસટી વિભાગની ભરતીની જાહેરાત રદ્દ કરી છે. ૨૦૧૮માં બહાર પાડેલી વર્ગ-૨ની ૭ કક્ષાની ભરતી રદ્દ કરવામાં આવી છે. ૨૦૧૫માં બહાર પાડેલી સ્ટેનો-બી ગુજરાતીની ભરતી પણ રદ્દ કરવામાં આવી છે. ૨૦૧૮માં બહાર પાડેલી ક્લાર્કની ભરતી પણ રદ્દ કરવામાં આવી છે.
આ ઉપરાંત હિસાબ, આંકડા, સુરક્ષા, પરિવહન અધિકારીની ભરતી રદ્દ કરવામાં આવી છે. તેમજ ડેપો મેનેજર, મદદનીશ હિસાબ અધિકારીની ભરતી પણ રદ્દ કરવામાં આવી છે. તથા વહીવટી કારણોસર ભરતી રદ્દ કર્યાની જાહેરાત કરવામાં આવી છે.