Charotar Sandesh
ગુજરાત

થર્ટી ફર્સ્ટને લઈને જાહેરનામુ… હોટેલ, ક્લબ કે ફાર્મ હાઉસમાં પાર્ટી કરવા પર પ્રતિબંધ…

દમણમાં ૨૦૦ વ્યક્તિની મર્યાદા સાથે પાર્ટી થઈ શકશે, રેસ્ટોરાં રાત્રે ૯ વાગ્યે બંધ…

ન્યુ દિલ્હી : કોરોનાને કારણે આ વર્ષે ૩૧ ડિસેમ્બરે રાત્રે શહેરની કોઈપણ હોટેલ, ક્લબ, ફાર્મહાઉસમાં પાર્ટી કરવા પર પ્રતિબંધ ફરમાવાયો છે. આથી અમદાવાદીઓએ થર્ટી ફર્સ્ટની ઉજવણીની જગ્યાએ ફરવા જવાનો પ્લાન બનાવી દીધો છે. રાજ્યમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી, ધોરડો રણોત્સવમાં હોટેલો લગભગ ફુલ થઈ ગઈ છે. ગીર, દીવ, દમણમાં પણ લોકોએ એડવાન્સ બુકિંગ કરાવી દીધા છે. બીજી તરફ રાજ્ય બહાર માઉન્ટ આબુ, ઉદયપુર, જેસલમેર, જોધપુર જેવી જગ્યાઓ માટે અમદાવાદીઓએ બુકિંગ કરાવ્યાં છે. જ્યારે થર્ટી ફર્સ્ટ સેલિબ્રેશન માટે સૌથી લોકપ્રિય ગણાતા ગોવામાં પાર્ટી પર પ્રતિબંધ હોવા છતાં ફ્લાઈટનું રિટર્ન ભાડું ૧૦ હજારથી વધીને ૧૫ હજારે પહોંચી ગયું છે. દર વર્ષે એસ.જી.હાઈવે અને સી.જી.રોડ પર મોટી સંખ્યામાં નવા વર્ષની ઉજવણી માટે લોકો ઉમટી પડે છે. પરંતુ આ વર્ષે કોરોનાને કારણે નાગરિકો પર પ્રતિબંધ મૂકાયો છે.

નવાવર્ષની પૂર્વ સંધ્યાથી જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાશે. ઘરમાં ઉજવણી કરી શકાશેઃ શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, ઘરમાં નવા વર્ષની ઉજવણી કરવા પર કોઈ પ્રતિબંધ નથી. સોશિયલ ડિસ્ટન્સ-માસ્ક સહિતના નિયમોનું પાલન થાય અને મોટી સંખ્યામાં લોકો એકત્ર ન થાય તેનું ધ્યાન રાખવું હિતાવહ છે. હોટેલોઃ હાલ કર્ફ્યૂના કારણે રાતના ૯ સુધી ખુલ્લી રહે છે.નવાવર્ષની ઉજવણીમાં હોટેલો મોડી સુધી ખુલ્લી રાખવાની માંગણી યથાવત છે. પરંતુ તંત્રએ હાલ કોઈ સૂચના આપી ન હોઈ ૯ પછી ચાલુ રાખી શકાશે નહીં. નવા વર્ષની ઉજવણી માટે પોલીસે શહેરની એકપણ ક્લબને મંજૂરી આપી નથી. થર્ટી ફર્સ્ટની રાત્રે ક્લબમાં પાર્ટી યોજાય નહીં તે માટે પોલીસે સંચાલકોને સૂચના આપી છે. જો કોઈ પાર્ટી યોજાશે તો કાયદેસરના પગલાં લેવાશે તેવી સૂચના પણ આપી છે.

ફાર્મહાઉસઃ શહેરની હદ બહાર આવેલા ફાર્મહાઉસમાં નવાવર્ષની ઉજવણી કરવાની ગ્રામ્ય પોલીસે કોઈપણ ફાર્મહાઉસને મંજૂરી આપી નથી. જો કે લોકો અંતરિયાળ વિસ્તારમાં આવેલા ફાર્મહાઉસમાં પાર્ટી કરે તેવી સંભાવના હોવાથી પોલીસ રણનીતિ ઘડવા બેઠક યોજશે. મોટાભાગના લોકો ફરવા માટે જતા હોવાથી ધસારો વધ્યો છે. સરકારી ગાઈડલાઈન મુજબ લોકો એકત્ર થઈ ઉજવણી કરી શકશે. કચ્છ રણોત્સવઃ ૧૦૦ લોકો ભેગા થઈ શકશે, ટેન્ટ સિટીમાં રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. સાસણમાં દર વર્ષની જેમ આ વખતે નવા વર્ષની રજામાં પ્રવાસીઓ વધુ આવી રહ્યા છે પણ ત્યાં ૩૧ ડિસેમ્બરની ઉજવણી કરાતી નથી. માધવપુરમાં રજાના કારણે લોકો ફરવા આવે છે.

દીવઃ દીવમાં રાષ્ટ્રપતિ પ્રવાસે આવ્યા છે, તેથી હાલ કોઈ જાહેરનામું બહાર પડાશે નહીં. પણ જાહેરમાં કોઈપણ પ્રકારની ઉજવણીને મંજૂરી અપાશે નહીં તેવું સત્તાવાળા કહે છે. દમણઃ જાહેરમાં કોઈપણ પ્રકારની ઉજવણી કે ટોળા ભેગા થવા પર પ્રતિબંધ છે. માત્ર કેટલીક હોટેલના હોલમાં ૨૦૦ની મર્યાદામાં સરકારી ગાઈડલાઈન પ્રમાણે પાર્ટી થઈ શકશે. હોટેલોમાં બુકિંગ ફૂલ છે. લોકો હોટેલના રૂમમાં પાર્ટી કરી શકે છે. સાપુતારાઃ અહીં કોઈપણ પ્રકારની ઉજવણી કરવા દેવામાં નહીં આવે. પણ પ્રવાસીઓના ધસારાને કારણે હોટેલો ફૂલ થઈ ગઈ છે. પોળોઃ કોરોનાને કારણે ૩૦-૩૧ ડિસેમ્બરે પ્રવેશ પર પ્રતિબંધ છે.

Related posts

વડોદરામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ : વિશાળ હોર્ડિંગ્સ જમીનદોસ્ત થતાં મોટી જાનહાની ટળી…

Charotar Sandesh

રાજકોટમાં ૩૫૦૦ બેડની કોવિડ હોસ્પિટલ બનશેઃ રૂપાણી

Charotar Sandesh

ગુજરાત મુખ્યમંત્રી પદની રેસમાં પુરુષોત્તમ રૂપાલા પણ

Charotar Sandesh