Charotar Sandesh
સ્પોર્ટ્સ

થૂંક લગાવ્યા વગર બૉલ વાપરવાની પ્રૅક્ટિસ કરી રહ્યો છું : કુલદીપ

લખનઉ : ભારતના લેફ્ટ-આર્મ રિસ્ટ સ્પિનર કુલદીપ યાદવે લૉકડાઉન દરમિયાન તો થોડીઘણી પ્રૅક્ટિસ કરી જ હતી, પણ હવે તે રોજના ચાર કલાક પ્રૅક્ટિસ કરે છે. તેણે ‘પીટીઆઇ ભાષા’ને મુલાકાતમાં કહ્યું છે, ‘મેં અહીં લખનઊમાં લાલ બંગલા વિસ્તારના રોવર્સ ગ્રાઉન્ડ પર બોલિંગની પ્રૅક્ટિસ શરૂ કરી છે. હું સવારે અને સાંજે મેદાન પર જાઉં છું. સવારે ૭.૩૦થી ૯.૦૦ સુધી કસરત કરું છું અને મોટા ભાગે જિમમાં જ રહું છું.

જોકે, સાંજે ૪થી ૮ સુધીમાં બોલિંગની પ્રૅક્ટિસ જ કરું છું. બૉલ પર થૂંક લગાવ્યા વગર પ્રૅક્ટિસ કરવાનું મને ફાવી રહ્યું છે. બૉલને ચમકાવવા અને બોલિંગમાં ધારી અસર મેળવવા બૉલ પર થૂંક લગાવવાની મને નાનપણથી આદત છે, પણ આઇસીસીના નવા નિયમ મુજબ કોવિડ-૧૯ની મહામારીને ધ્યાનમાં લેતાં બૉલ પર થૂંક લગાવવાની મનાઈ છે. એ નિયમને અનુસરવાની હું ટેવ પાડી રહ્યો છું.’

Related posts

લોકેશ રાહુલ ’૩૬૦ ડિગ્રી’ બેટ્‌સમેન છે : સંજય માંજરેકર

Charotar Sandesh

લોકડાઉનમાં સહેવાગે પોસ્ટ કરેલો વિડીયો થયો વાયરલ…

Charotar Sandesh

હોબાર્ટ ઈન્ટરનેશનલઃ વાપસી બાદ સાનિયા મિર્ઝાનું શાનદાર પ્રદર્શન, ફાઇનલમાં પહોંચી…

Charotar Sandesh