Charotar Sandesh
સ્પોર્ટ્સ

દક્ષિણ આફ્રિકાના પ્રવાસ માટે ઓસ્ટ્રેલિયાની ટીમ જાહેર, મેક્સવેલની વાપસી…

કેપટાઉન : સાઉથ આફ્રિકાના પ્રવાસ માટે ઓસ્ટ્રેલિયાએ પોતાની વનડે અને ટી૨૦ ટીમની જાહેરાત કરી દીધી છે. સ્ટાર ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલની બંન્ને ટીમમાં વાપસી થઈ છે જ્યારે બિગ બેશ લીગમાં શાનદાર પ્રદર્શન કરનાર માર્કસ સ્ટોઇનિસને ટીમમાં જગ્યા મળી નથી. ઓસ્ટ્રેલિયા સાઉથ આફ્રિકામાં ૩ ટી૨૦ અને ત્રણ વનડે મેચોની સિરીઝ રમશે.
સાઉથ આફ્રિકા વિરુદ્ધ રમાનારી ટી૨૦ અને વનડે સિરીઝ માટે ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલની વાપસી થઈ છે. માનસિક બીમારીને કારણે ક્રિકેટમાંથી બ્રેક લીધા બાદ મેક્સવેલે બિગ બેશ લીગમાં વાપસી કરી હતી. બિગ બેશમાં ૫૫ની એવરેજથી રન બનાવનાર ઓલરાઉન્ડર સ્ટોઇનિસ ટીમમાં જગ્યા બનાવવામાં સફળ થયો નથી.

૭૯ બોલ પર ૧૪૭ રનની ઈનિંગ રમતા તેણે લીગમાં સૌથી મોટો વ્યક્તિગત સ્કોર પણ બનાવ્યો હતો. સ્ટોઇનિસને પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ જાહેર કરવામાં આવ્યો હતો. ઓસ્ટ્રેલિયાના પસંદગીકાર ટ્રેવર હોન્સે ટીમની પસંદગી બાદ કહ્યું, ’સ્ટોઇનિસ અનલકી રહ્યો જે ટીમમાં જગ્યા બનાવી શક્યો નથી. કારણ કે ટોપ ઓર્ડર આ સમયે શાનદાર ફોર્મમાં છે. તે ખુબ શાનદાર છે કે તેના જેવો એક ખેલાડી અમારી પાસે બેકઅપ તરીકે છે.’

ઓસ્ટ્રેલિયાની ટીમ આફ્રિકાના પ્રવાસ પર પહેલા ટી૨૦ અને પછી વનડે સિરીઝ રમશે. ૨૧ ઓસ્ટ્રેલિયાની ટી૨૦ ટીમ
એરોન ફિન્ચ (કેપ્ટન), ડેવિડ વોર્નર, શીન એબોટ, એશ્ટન અગર, એલેક્સ કેરી, પેટ કમિન્સ, મિશેલ માર્શ, ગ્લેન મેક્સવેલ, ઝાય રિચર્ડસન, કેન રિચર્ડસન, સ્ટીવ સ્મિથ, મિશેલ સ્ટાર્ક, મેથ્યૂ વેડ, એડમ ઝમ્પા.

ઓસ્ટ્રેલિયાની વનડે ટીમ
એરોન ફિન્ચ (કેપ્ટન), ડેવિડ વોર્નર, સ્ટીવ સ્મિથ, એશ્ટન અગર, એલેક્સ કેરી, મેથ્યૂ વેડ, પેટ કમિન્સ, જોશ હેઝલવુડ, માર્નસ લાબુશાને, મિશેલ માર્શ, ગ્લેન મેક્સવેલ, કેન રિચર્ડસન, મિશેલ સ્ટાર્ક, એડમ ઝમ્પા.

Related posts

૧૯૮૨ની વર્લ્ડ ચેમ્પિયન ઇટાલીની ટીમના ફૂટબોલર પાઓલો રેસ્સીનું નિધન…

Charotar Sandesh

ઇંગ્લેન્ડને અંતિમ ટેસ્ટમાં હરાવી ભારત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં…

Charotar Sandesh

BCCI કોરોના સંકટમાં મદદ માટે આગળ આવ્યું, દાન કર્યા ૨ હજાર ઓક્સિજન કોન્સન્ટ્રેટર

Charotar Sandesh