Charotar Sandesh
ગુજરાત

દક્ષિણ ગુજરાતમાં મેઘાની રમઝટ : વૃક્ષો ધરાશાયી, નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકાર

વલસાડ, સુરત, વડોદરામાં ધોધમાર વરસાદ…

સુરત : દક્ષિણ ગુજરાતમાં નૈઋત્યનું ચોમાસું સક્રિય થયાં બાદ ધીમે-ધીમે આગળ વધી રહ્યું છે. ગઈકાલે મોડી સાંજે અમદાવાદ સહિત રાજ્યના અનેક સ્થળોએ મેઘરાજા મનમૂકીને વરસ્યો હતો. પરંતુ આજે સુરત અને નવસારી બાદ વડોદરામાં પણ મેઘો ધડબડાટી બોલાવી રહ્યો છે.
વલસાડ જિલ્લામાં વરસાદે બે દિવસના વિરામ બાદ આજે વરસ્યો. અહીં વહેલી સવારથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. ત્યારબાદ ધીમી ધારે વરસાદ શરૂ થતા અનેક વિસ્તારોમાં ઠંડક પ્રસરી ગઇ હતી.
વડોદરામાં ભારે પવન સાથે ધોદમાર વરસાદ પડતા વિઝિબિલિટીમાં ઘટાડો થતા રાહદારીઓ અટવાઇ ગયા હતા. સીઝનના પહેલાં જ વરસાદમાં અનેક સ્થળોએ પાણી ભરાઇ ગયા છે. તોતિંગ વૃક્ષ પડવાના કોલ આવતા ફાયર બ્રિગેડ ઘટનાસ્થળોએ પહોંચવા લાગ્યા હતા. તો પાદરામાં ગાજવીજ અને પવન સાથે વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઇ ગયા.
દક્ષિણ ગુજરાતથી ચોમાસું આગળ વધતા વડોદરાથી આણંદ અને ઉમરેઠ પહોંચ્યું હતું. પવન સાથે વરસાદનું આગમન થતાં જ ઉમરેઠમાં લાઇટો ગુલ થઇ ગઇ હતી. ખેડા જિલ્લાના મુખ્ય મથક નડિયાદમાં ભારે વરસાદ પડ્યો હતો. તો ઠાસરા, ડાકોર, સેવાલીયામાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. મેઘરાજાના આગમનથી ચરોતરના ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. નવસારી શહેરમાં પણ ધીમી ધારે વરસાદ શરૂ થઇ ગયો છે. ભારે ઉકળાટ અને બફારા બાદ વરસાદ પડતા શહેરીજનોએ રાહતનો શ્વાસ અનુભવ્યો હતો.
મોડીરાત્રે ભારે પવન બાદ ગોધરા સહિત આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડતા ચોમાસાની સિઝનનો પ્રથમ વરસાદ નોંધાયો હતો. ગોધરા તાલુકાના બગીડોળ, મહેલોલ, દરુણીયા, પોપટપુરા સહિતના ગામોમાં વરસાદ વરસ્યો.
મહેસાણા જિલ્લામાં ગતરાત્રીમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો. ત્યારબાદ જિલ્લામાં છુટા છવાયા ઝાપટા બાદ વહેલી સવારથી મેઘરાજાએ ધોધમાર ઇનિંગ શરૂ કરી હતી. તમામ તાલુકામાં વરસાદ નોંધાયો હતો. બહુચરાજી, જોટાણામાં અડધો ઈંચ વરસાદ પડ્યો હતો. વહેલું ચોમાસુ શરૂ થતાં ખેડૂતોમાં આનંદ આવી ગયા છે.

Related posts

ખાનગી શાળાઓ ૬૦થી ૭૦ ટકા ફી માફી કરેઃ વાલીઓ

Charotar Sandesh

રાજસ્થાન બાદ હવે બીટીપીએ ગુજરાતમાં પણ કોંગ્રેસને આપેલો ટેકો પાછો ખેંચ્યો…

Charotar Sandesh

રિટાયર્ડ બ્યુરોક્રેટ ગુજરાતનું શાસન ચલાવે છે : શંકરસિંહનો મોટો આક્ષેપ…

Charotar Sandesh