Charotar Sandesh
ઈન્ડિયા

દગાખોર ચીન વિરૂધ્ધ સમગ્ર દેશમાં ભભૂકતો રોષ : ભા૨તના હજુ ૩૪ સૈનિકો લાપત્તા…

વિમાનો-હેલિકોપ્ટ૨ની ઉડાન : ૧પ કિલોમીટ૨ સુધીના ગામો સીલ…

ચીન સરહદે હજુય ટેન્શનઃ વાતચીતથી ઉકેલ ન આવ્યોઃ સમગ્ર LAC પર એલર્ટઃ સરહદ પરની ઘટનાના સમગ્ર વિશ્વમાં પડઘાઃ અમેરિકા-યુનોએ ચિંતા વ્યકત કરી…

નવી દિલ્હી : ગઇકાલે લડાખમાં અને જે રીતે દગાખોરી કરી તેનાથી સમગ્ર દેશમાં ભયંકર રોષ અને આઘાતની લાગણી વ્યકત થઇ છે. લોકો એક અવાજે હવે ‘ડ્રેગન’ ને પાઠ ભણાવવા, વ્યાપારી સંબંધો કાપી નાખવા, ઉઘાડુ પાડવા સહિતની માગણી કરી રહ્યાા છે. કોરોનાને ચીને જન્મ આપ્યો તેને કારણે લોકો પહેલેથી જ ચીન વિરૂધ્ધ ભડકલ છે તેમાં ગઇકાલની જે ઘટના બહાર આવી તેનાથી લોકો સમસમી ગયા છે. ચીન સાથે સરહદનો કોઇપણ ભોગે કાયમી અંત લાવવાની માંગણી પણ ઉઠી છે. દરમ્યાન ભારત અને ચીન વચ્ચે ઘણા સમયથી લડાખ સરહદે ચાલી રહેલુ ટેન્શન હવે ચરમ પર પહોંચી ગયું છે. ભારતે ર૦ જવાનો ગુમાવ્યા છે જેના કારણે સમગ્ર દેશ શોકગ્રસ્ત છે અને ચીન ઉપર ફીટકાર વરસાવી રહયો છે. જો કે ચીનને પણ સારૂ એવું નુકસાન થયું છે. બંને દેશો વચ્ચે ટેન્શન વધી ગયું છે અને તેનો કુટનીતિક હલ લાવવાના પ્રયાસો થઇ રહ્યા હોવાનું જાણવા મળે છે.

સુત્રોનું માનીએ તો ચીન સાથેની સરહદે હજુ ટેન્શન પ્રર્વતી રહયું છે વાતચીતનો કોઇ ઉકેલ  આવી શકયો નથી. માત્ર લડાખ જ નહિ પણ સમગ્ર એલએસી પર એલર્ટ જાહેર કરવામાં આવેલ છે. ભારત અને પીઠ પાછળ ખંજર ભોંકનાર ચીન હવે વાતચીતથી મામલાનો ઉકેલ લાવવા ઇચ્છે છે અપીલ પણ કરી છે.

ચીનના એક અખબારના જણાવ્યા પ્રમાણે ચીનના એક સૈન્ય પ્રવકતાએ કહયું છે કે ભારતીય પક્ષે સરહદી સૈનિકોને કડકાઇથી રોકવા જોઇ અને વાતચીતથી મામલો ઉકેલવો જોઇએ. ચીન કહે છે કે ભારતે એક તરફ કાર્યવાહી કરવી ન જોઇએ. દરમ્યાન પાટનગર દિલ્હીમાં સમગ્ર સ્થિતિ ઉપર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. બેઠકોના દોર ચાલુ છે. સરહદ પરની ઘટનાના સમગ્ર વિશ્વમાં ઘેરા પડઘા પડયો છે. યુનો-અમેરિકાએ બંને દેશોને સંયમ રાખવા અપીલ કરી છે.

Related posts

નીતા અંબાણી અમેરિકાના સૌથી મોટા આર્ટ મ્યુઝિયમના પ્રથમ ભારતીય ટ્રસ્ટી તરીકે ચૂંટાયા…

Charotar Sandesh

ગુરુ રંધાવા અને પીટબૂલનું આ સોંગ બે દિવસમાં જોવાયું 5 કરોડવાર, તમે જોયું કે નહીં

Charotar Sandesh

દેશની પહેલી ઘટના : માતાને કાંધ આપનારા ૫ દિકરાના કોરોનાથી થયા મોત…

Charotar Sandesh