Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

દર્શન કરવા ઇચ્છતા દરેક ભક્તએ મંદિરની વેબસાઇટ પર રજીસ્ટ્રેશન કરાવવું થયું ફરજીયાત…

ડાકોર : ડાકોરમાં લોકોના સ્વાસ્થયને ધ્યાનમાં રાખીને મંદિર ટ્રસ્ટ દ્વારા નવું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દર્શન કરવા ઇચ્છતા દરેક ભક્તએ મંદિરની વેબસાઇટ પર રજીસ્ટ્રેશન કરવું ફરજીયાત રહેશે. આ દર્શન માટે ચોક્કસ સમયગાળો ફાળવવામાં આવશે. તે નિર્ધારિત સમયગાળા દરમિયાન જ ભક્તએ દર્શન કરીને બહાર નિકળી જવું પડશે.
આ ઉપરાંત રજીસ્ટ્રેશન નહી હોય તેવા ભક્તોને દર્શન માટે અંદર પ્રવેશવા દેવામાં આવશે નહીં. આ ઉપરાંત રજીસ્ટ્રેશન જેમનું હશે તેમનું પણ થર્મલ ગન દ્વારા ચેકિંગ થશે, ત્યાર બાદ પ્રવેશ આપવામાં આવશે.બુધવાર તારીખ ૨૮/૧૦/૨૦૨૦ ના રોજ સવારે ૮ઃ૦૦ મંદિર વેબસાઈટ www.ranchhodrayji.org બુકીંગ શરૂ કરાશે.
ત્યાં દરેક ભક્ત પોતાનું રજીસ્ટ્રેશન કરાવી શકશે. પંચાંગ મુજબ ૩૦/૧૦/૨૦૨૦ અને મંદિર પંચાંગ મુજબ ૩૧/૧૦/૨૦૨૦ એમ ૨ દિવસ ડાકોર મંદિરમાં શરદપૂર્ણિમા ઉજવાનાર છે. ફરજિયાત ઓનલાઈન બુકીંગ થી માત્ર ૧૧૦૦૦ દર્શનાર્થી ભક્તો જ દર્શન કરી શકશે.

Related posts

આણંદ-ખંભાત રેલવે લાઈન ફાટક સમારકામના કારણે ૧૪ જુલાઈ સુધી બંધ રહેશે…

Charotar Sandesh

રથયાત્રા પર્વ નિમિત્તે આણંદ-વિદ્યાનગર પોલીસ દ્વારા રૂટ ઉપર ફૂટ પેટ્રોલિંગ યોજાયું

Charotar Sandesh

આણંદ જિલ્લામાં હર ઘર ત્રિરંગા અંતર્ગત ૪.૩૦ લાખથી વધુ મકાનો પર રાષ્ટ્રધ્વજ ફરકાવાશે, જુઓ વિગત

Charotar Sandesh