Charotar Sandesh
ગુજરાત

દાહોદમાં બુટલેગરને ત્યાં દરોડા : સ્ટેટ વિજિલન્સ-પોલીસ કાફલા પર પથ્થરમારો…

બુટલેગરે એમપીથી દારૂનો જથ્થો લાવ્યા બાદ કટિંગ કરવા ઘરે ઉતારતો હતો તે વખતે જ રેડ, બુટલેગર ફરાર, કુલ ૭.૯૦ લાખનો મુદ્દામાલ જપ્ત…

દાહોદ : ગતરોજ મધ્યરાત્રીના સમયે ગાંધીનગર સ્ટેટ વિજિલન્સની ટીમને મળેલ બાતમીના આધારે દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના જાલત ગામે મળેલ બાતમીના આધારે એક બુટલેગરના રહેણાંક મકાનમાં પ્રોહીબિશન રેડ પાડતાં બુટલેગર નાસી જઈ પોતાની સાથે પોતાના સાગરીતોના ૩૦થી વધુના ટોળાને લઈ આવી ગેરકાયદે મંડળી બનાવી સ્થાનિક પોલીસ તથા વિજિલન્સની ટીમ ઉપર ભારે પથ્થર મારો તેમજ ગાડીની તોડફોડ કર્યાની ઘટનાને પગલે દાહોદ જિલ્લા પોલીસ બેડા સહિત લોકોમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. બુટલેગરના માથાભારે ટોળાને વિખેરવા માટે પોલીસને પાંચ રાઉન્ડ ફાયરિંગ કરવાની ફરજ પડી હતી અને બાદમાં ટોળુ વેરવિખેર થયું હતુ. આ ઘટનાના પ્રત્યાઘાત પડતાં પોલીસનો ઉચ્ચ અધિકારી સહિતનો કાફલો મધ્યરાત્રાની સમયે જ જાલત ગામે ખડકાઈ ગયો હતો. પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂ તથા બીયરનો કુલ રૂ.૫,૩૯,૧૫૦, વાહનો નંગ ૩ કિંમત રૂ.૨,૪૫,૦૦૦ તેમજ મોબાઈલ ફોન નંગ. ૨ કિંમત રૂ.૫,૫૦૦ એમ કુલ મળી રૂ.૭,૮૯,૬૫૦ ના મુદ્દામાલ સાથે ફરાર બુટલેગર અર્જુન સુરમલભાઈ પણદા તથા તેના સાગરિતો વિરૂધ્ધ પ્રોહીનો ગુનો નોંધી તમામના ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

ગત મધ્યરાત્રીના સમયે દાહોદ તાલુકાના જાલત ગામે ખળભળાટ મચાવી મુકનાર કિસ્સો સામે આવ્યો છે. મળતી પ્રાપ્ત વિગતો અનુસાર, ગાંધીનગર સ્ટેટ વિજીલન્સની ટીમને મળેલ બાતમીના આધારે સ્ટેટ વિજીલન્સની ટીમ ગત તા.૧૪મી માર્ચના રોજ રાત્રીના ૯.૩૦ વાગ્યાના આસપાસ જાલત ગામે આવી હતી. જ્યા જાલત ગામે રહેતો અર્જુન સુરમલ પણદા મધ્યપ્રદેશથી વિદેશી દારૂનો જથ્થો પોતાની વૈભવી ગાડીઓમાં ભરી જાલત ગામે પોતાના રહેણાંક મકાન ઠાલવતો હોવાની બાતમી પોલીસને મળી હતી. આ જ્યા રાત્રીના સમયે સ્ટેટ વિજિલન્સની ટીમે પ્રોહી રેડ કરતાં ઉપરોક્ત બુટલેગર નાસી જવામાં સફળ રહ્યો હતો.

આ બાદ પોલીસ તેના મકાનની તલાસી લેતી જ હતી કે બુટલેગર અર્જુન તેની સાથે પોતાના ૩૦ થી વધુ લોકોના ટોળા સાથે સ્થળ પર આવ્યો હતો અને તમામે પોલીસ પર પથ્થર મારો ચલાવતા એક ક્ષણે પોલીસે સ્તબ્ધ બની ગઈ હતી. આ ટોળાએ પોલીસને ચારેય બાજુથી ઘેરી પથ્થર મારો શરૂ કરી બહાર ઉભી રાખેલ પોલીસની ગાડીઓની પણ તોડફોડ કરી ભારે ધિંગાણુ મચાવી નુકસાન પહોંચાડ્યું હતુ.

Related posts

સાબરમતી જેલના કેદીઓ માટે શરૂ કરાયો ’રેડિયો પ્રિઝન’

Charotar Sandesh

મોટું નિવેદન : વિધાનસભાની ચુંટણીમાં ભાજપ ૧૦૦ નવા ચહેરા ઉતારશે

Charotar Sandesh

કોંગ્રેસે સ્ટિંગ ઓપરેશનનો વીડિયો જાહેર કર્યો, ભાજપ ભ્રષ્ટાચારના પૈસાથી ધારાસભ્યો ખરીદે છે : અમિત ચાવડા

Charotar Sandesh