Charotar Sandesh
ઈન્ડિયા

દિલ્હીનું સિંહાસન કોનું ? પ્રજાનો ફેંસલો EVMમાં : સમગ્ર દેશની નજર આ ચૂંટણી ઉપર…

૧.૪૭ કરોડ મતદારો ૭૦ બેઠકો માટે ૬૦૦૦થી વધુ પોલિંગ બુથ ઉપર ૬૭૨ ઉમેદવારોનું ભાવિ નક્કી કરી રહ્યા છે : સવારથી જ મતદાન કેન્દ્રો ઉપર લાંબી – લાંબી લાઇનો…

નવી દિલ્હી : દિલ્હી વિધાનસભાની ૭૦ બેઠકો માટે આજે સવારે ૮ વાગ્યાથી મતદાન કાર્ય શરૂ થયું છે જે સાંજે ૬ સુધી ચાલશે. ૭૦ બેઠકો માટે ૬૭૨ ઉમેદવારો મતદાનમાં છે અને ૧.૪૭ કરોડ મતદારો તેમનું રાજકીય ભાવિ ઇવીએમમાં કેદ કરી રહ્યા છે. આજે સવારથી જ શાહીનબાગ સહિત અનેક મતદાન કેન્દ્રો ઉપર લાંબી – લાંબી લાઇનો જોવા મળી રહી છે તેનાથી સ્પષ્ટ સંકેતો મળે છે કે આ વખતે મતદાન અગાઉના બધા રેકોર્ડ તોડી નાખશે. કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ૪૦,૦૦૦ પોલીસ, સીએપીએફના ૧૯૦ કંપનીઓ અને હોમગાર્ડના ૧૯૦૦૦ જવાનો ફરજ બજાવી રહ્યા છે.

દિલ્હીનો જંગ ‘આપ’ જીતશે કે પછી ‘કમળ’ ખિલશે એનો ફેંસલો ૧૧મીએ આવી જવાનો છે તે દિવસે મતગણતરી છે. દરેક રાજકીય પક્ષોના નેતાઓએ આજે વધુમાં વધુ મતદાન કરવાની અપીલ કરી છે. આ વખતે ભાજપ – આપ – કોંગ્રેસ વચ્ચે ત્રિપાંખીયો ચૂંટણી જંગ છે. દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ સહિત ૬ રાષ્ટ્રીય પક્ષો સિવાય આમ આદમી પાર્ટી અને અન્ય રજિસ્ટર્ડ રાજયસ્તરિય પાર્ટીઓના કુલ ૬૭૨ ઉમેદવારો જેમાં ૫૯૩ પુરુષ અને ૭૯ મહિલા ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. જેમાં ૧૪૮ અપક્ષ ઉમેદવારો પણ સામેલ છે. રાષ્ટ્રીય પક્ષોમાં ભાજપ અને કોંગ્રેસના ૬૬-૬૬, બસપાએ ૬૮, ભાકપા, મકપાએ ત્રણ-ત્રણ અને NCPએ પાંચ સીટો પર ઉમેદવારો ઊભા રાખ્યા છે. સૌથી વધારે ૨૮ ઉમેદવારો નવી દિલ્હી વિધાનસભા સીટ પર અને સૌથી ઓછા ચાર ઉમેદવાર પટેલ નગર વિધાનસભા સીટ પર છે. નવી દિલ્હી સીટ પર મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે ચૂંટણી મેદાનમાં છે.

Related posts

કોરોના વેક્સિન લગાવ્યા બાદ એક પણ લાભાર્થીનું મોત નિપજ્યું નથી : ડો.હર્ષવર્ધન

Charotar Sandesh

કોરોના ભયાવહ : દેશમાં ૪૮ કલાકમાં અધધ…૧ લાખ કેસ…!! કુલ આંકડો ૧૩.૩૬ લાખને પાર…

Charotar Sandesh

મહારાષ્ટ્રની કેમિકલ કંપનીમાં બ્લાસ્ટ : ૧૨ લોકોના મોત, ૫૮ દાઝ્‌યા…

Charotar Sandesh