Charotar Sandesh
ઈન્ડિયા

દિલ્હી-બિહારમાં‘બંધી’ સરકાર, હવે પરિવર્તનની લહેર : સોનિયા ગાંધી

બિહારમાં મતદાન પહેલાં કોંગ્રેસ સુપ્રિમોના મોદી સરકાર પર પ્રહાર…

સત્તામાં રહેલી હાલની સરકાર અહંકાર, પોતાનો રસ્તો ભટકી ગઇ છે, કથની-કરનીમાં અંતર, બિહારની જનતા કોંગ્રેસ મહાગઠબંધનની સાથે…

પટના : બિહાર વિધાનસભા ચૂંટણીમાં પહેલાં તબક્કાના વોટિંગના લગભગ ૨૪ કલાક પહેલાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ મુખ્યમંત્રી નીતીશકુમાર પર જોરદાર પ્રહારો કર્યા છે. સોનિયા ગાંધીએ મુખ્યમંત્રી નીતીશ કુમારની સાથે કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા છે. કોંગ્રેસ અધ્યક્ષ એ કહ્યું કે સત્તામાં રહેતા હાલની સરકાર અહંકારમાં છે અને પોતાનો રસ્તો ભટકી ગઇ છે. તેની કથની અને કરનીમાં અંતર છે. મજૂર અસહાય છે, ખેડૂત ચિંતિત છે અને યુવાન નિરાશ છે. જનતા કોંગ્રેસ મહાગઠબંધનની સાથે છે.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પોતાના ટ્‌વીટર પર સોનિયા ગાંધીના આ સંદેશને જારી કર્યો હતો. સોનિયા ગાંધીનો આ સંદેશ બિહારમાં પહેલા ચરણના મતદાનથી ઠીક એક દિવસ પહેલા આવ્યો છે.
કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધીનું કહેવું છે કે દિલ્હી-બિહારમાં બંધી સરકાર છે. નોટબંધી, તાલાબંધી, વ્યાપારબંધી, આર્થિકબંધી, ખેત ખલિયાન બંધી, રોટી-રોજગાર એટલા માટે આવી બંધી સરકારની વિરુદ્ધ બિહારની જનતા તૈયાર છે અને હવે પરિવર્તનની લહેર છે.
વીડિયો સંદેશમાં સોનિયા ગાંધીએ કહ્યું કે આજે બિહારમાં સત્તા અને તેમના અહંકારમાં ડૂબેલી સરકારને પોતાના રસ્તાથી હટી ગઈ છે. ના કહેણ સારા છે ના કર્મ. મજૂર, ખેડૂત, યુવાનો આજે પરેશાન અને નિરાશ છે. અર્થવ્યવસ્થાની નાજુક સ્થિતિ લોકોને ભારે પડી રહી છે.
તેમણે કહ્યું કે ધરતીના પુત્ર પર આજે ભારે સંકટ છે. દલિત-મહાદલિતોને બેહાલ છોડી દીધા છે. સમાજનો છેલ્લે વર્ગ બેહાલીનો શિકાર છે. બિહારની જનતાનો અવાજ કોંગ્રેસ મહાગઠબંધન સાથે છે.
લગભગ ૫ મિનિટના સંદેશમાં સોનિયા ગાંધીએ કહ્યું કે બિહારના હાથોમાં ગુણ છે, તાકાત છે પરંતુ બેરોજગારી, પલાયન, મોંઘવારીએ આંખોમાં આંસુ અને પગમાં ફોડલા આપ્યા છે. જે શબ્દો કહી ન શકાય તેને આંસુથી કહેવા પડે છે. તેમણે કહ્યું કે ભય, ડરના આધારે નીતિઓ ન બનાવી શકાય બિહાર ભારતનો અરીસો છે. ભારતની શાન અને અભિમાન છે.

Related posts

હું આદિત્યનાથ યોગી ઈશ્વરના શપથ લઉં છું કે… આજે બીજી વખત મુખ્યમંત્રી પદના શપથ લેશે સીએમ યોગી

Charotar Sandesh

દેશભરમાં દૈનિક ભાસ્કર ગ્રુપના બે ડઝન ઠેકાણાઓ પર આઇટીના દરોડા

Charotar Sandesh

વધુ વ્યાજે ઈન્સ્ટન્ટ લોન આપતી એપ્સ પર મોટું પગલું લેવામાં આવશે, નાણામંત્રી સાથેની બેઠકમાં નિર્ણય

Charotar Sandesh