Charotar Sandesh
ગુજરાત

દિવાળી બાદ શાળાઓ શરૂ કરવા માટે શિક્ષણ વિભાગે તૈયાર કરી એસઓપી…

બુધવારે યોજાનાર કેબિનેટમાં એસપીઓ અંગે ચર્ચા કરાશે…

ગાંધીનગર : કોરોના કાળમાં અને શિયાળામાં કોરોના વકરી શકે તે સંભાવનાને ધ્યાનમાં રાખીને દિવાળી પછી શાળાઓ કેવી રીતે શરૂ કરવી તેના માટેની એસઓપી શિક્ષણ વિભાગે તૈયાર કરી લીધી છે. દિવાળી પછી કયા-કયા ધોરણની શાળાઓ શરૂ કરી શકાય અને તેના માટે શું-શું સાવચેતી રાખવી જોઈએ તે તમામ મુદ્દાઓને શિક્ષણ વિભાગે તૈયાર કરેલી એસઓપીમાં આવરી લેવાયા છે.
શિક્ષણ વિભાગે આ સિવાય જે રાજ્યોમાં શાળાઓ શરૂ કરવામાં આવી છે ત્યાંની પરિસ્થિતિનો પણ ઉલ્લેખ કર્યો છે અને ત્યાં શાળાઓ શરૂ કરવા માટે કયા પ્રકારની માર્ગદર્શિકાઓ તૈયાર કરવામાં આવી તે બધી બાબતો આવરી લીધી છે. તેની જોડે-જોડે તેનો કેટલી વ્યવહારુ રીતે અમલ થઈ રહ્યો છે તેની વિગતોની પણ સમીક્ષા કરી છે.
શિક્ષણ વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ શિક્ષણ વિભાગના અધિકારીઓ દ્વારા તૈયાર કરેલી એસઓપીમાં અનેક પ્રકારના સુધારા વધારા કરવાની સૂચનાઓ શિક્ષણ મંત્રી દ્વારા આપવામાં આવી છે. આગામી બુધવારે યોજાનારી કેબિનેટ બેઠકમાં શાળા કોલેજો શરૂ કરવા સંદર્ભમાં તે મુજબ તૈયાર કરવામાં આવેલી એસઓપીને રજૂ કરવામાં આવશે.
તેના પછી તેને આખરી ઓપ આપીને નિર્ણય કરવામાં આવશે. આ અગાઉ જે રાજ્યોમાં શાળાઓ શરૂ કરવામાં આવી હતી ત્યાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં કોરોનાનો ચેપ જોવા મળ્યો છે, તેની સાવચેતી રાખવા માટે પણ શિક્ષણ વિભાગના અધિકારીઓએ ઉલ્લેખ કર્યો છે.

Related posts

ખાનગી સ્કૂલો શિક્ષણ સિવાયની અન્ય ફી ન વસૂલે : હાઈકોર્ટ

Charotar Sandesh

મિશન-૨૦૨૨ : સોમવારે પાટીલ સહિત ભાજપ નેતાઓની મહત્વપૂર્ણ બેઠક…

Charotar Sandesh

પોલીસે બુટલેગર ભૂપેન્દ્ર મારવાડીને ૭૨૦ લિટર દેશી દારુ સાથે ઝડપી પાડ્યો…

Charotar Sandesh