Charotar Sandesh
વર્લ્ડ

દુનિયાભરમાં કોરોનાનો કાળો કેર : ૧૧ હજારથી વધુ લોકોના મોત…

વિશ્વમાં કુલ ૨.૭૫ લાખથી વધુ લોકો વાયરસથી સંક્રમિત…

અમેરિકામાં વધુ ૧૯ના મોત સાથે કુલ મૃત્યુઆંક ૨૭૫ થયો, પાકિસ્તાનમાં ૫૦૦ લોકો વાયરસની ચપેટમાં,ફ્રાન્સમાં ૨૪ કલાકમાં કોરોનાના ૧૬૦૦ કેસ નોંઘાયા…

વૉશિંગ્ટન/બીજિંગ : વિશ્વભરમાં કોરોના વાઈરસના સંક્રમણે ભયાનક સ્વરૂપ ધારણ કર્યું છે. સંક્રમણ અત્યાર સુધીમાં કુલ ૧૮૫ દેશમાં ફેલાઈ ચુક્યું છે. શનિવાર સવાર સુધીમાં કુલ કેસનો આંક ૨૭૬,૫૫૦ થયો છે અને ૧૧,૪૧૭ લોકોના મોત થયા છે. સારી વાત એ છે કે ૯૧,૯૫૪ લોકો સાજા થયા છે. અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ માઈક પેન્સનો એક સ્ટાફર પણ સંક્રમિત થયો છે. યુરોપનું વુહાન બની ચુકેલા ઈટાલીમાં અત્યાર સુધીમાં કુલ ૪૦૩૨ લોકોએ જીવ ગુમાવ્યા છે. ઈરાનમાં કોરોનાનો પ્રકોપ જારી છે. ઈરાનમાં મૃત્યુઆંક વધીને ૧,૪૩૩ થઈ ગયો છે ત્યારે ૧૯,૬૪૪ લોકો વાઈરસથી સંક્રમિત થયા છે. ઈટાલી અને ઈરાન સાથે સ્પેનમાં પણ કોરોના વાઈરસની ગંભીર અસર જોવા મળી છે. સ્પેનમાં કોરોનાને લીધે અત્યાર સુધીમાં ૧૦૯૩ લોકોના મોત થયા છે. જ્યારે ૨૧,૫૭૧ લોકો સંક્રમિત થયા છે. દક્ષિણ કોરિયામાં પણ મૃત્યુઆંક વધીને ૧૦૨ થયો છે અને સંક્રમિતોની સંખ્યા ૮,૭૯૯ થઈ છે. અમેરિકામાં કોરોના મોટી આફત બન્યો છે. અમેરિકામાં વધુ ૧૯ લોકોના મોત થતા કુલ મૃત્યુઆંક ૨૭૫ થયો છે અને સંક્રમિતોની સંખ્યા ૧૯૭૭૪ થઈ છે.

પાકિસ્તાનમાં કોરોના વાઈરસથી સંક્રમિતોની સંખ્યા ૫૦૦નો આંક વટાવી ગઈ છે ત્યારે પ્રધાનમંત્રી ઈમરાન ખાને રાષ્ટ્રવ્યાપી લોકડાઉન કરવાનો ઈન્કાર કર્યો છે. પાકિસ્તાનમાં અત્યાર સુધીમાં કુલ ૩ લોકોના મોત થયા છે અને ૫૦૧ જેટલા કેસ નોંધાયા છે. સિંધ પ્રાંતમાં સૌથી વધારે ૨૫૨ કેસ સામે આવ્યા છે.

ફ્રાન્સમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૧૬૦૦ કેસ નોંધાયા છે. કુલ કેસની સંખ્યા અહીં ૧૨૬૧૨ પહોંચી ગઈ છે. મૃત્યુઆંક ૪૫૦ પહોંચી ગયો છે.

ઈટાલી ૪૦૩૨, ચીન ૩૨૪૮, ઈરાન ૧૨૮૪, સ્પેન ૧૦૪૩, ફ્રાન્સ ૩૭૨, અમેરિકા ૨૭૭, બ્રિટેન ૧૪૪, નેધરલેન્ડ ૭૬, જર્મની ૪૪, સ્વિત્ઝર્લેન્ડ ૪૩, ભારતમાં ૫ લોકોના મોત થયા છે. જણાવી દઈએ કે, વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કોરોનાવાયરસને મહામારી જાહેર કરી છે. આ બિમારીના કારણે વિશ્વની અર્થવ્યવસ્થા પર પણ ભારે અસર થઈ છે.

Related posts

અમેરિકાના રાજકારણમાં સૌથી વધુ પ્રભાવશાળી ૧૦ એશિયન અમેરિકન…

Charotar Sandesh

એલન મસ્કની સંપત્તિ રોકેટ સ્પીડથી વધી રહી છે : ૧ દિનમાં રૂ. ૪૫૪૭૧ કરોડની કમાણી

Charotar Sandesh

ઇન્ડિયન અમેરિકન સુંદરી શ્રી સૈનીની તબિયત અચાનક લથડતા હોસ્પિટલમાં દાખલ…

Charotar Sandesh