Charotar Sandesh
ઈન્ડિયા

દેશના જાણીતા ઉદ્યોગપતિ રતન ટાટાએ કોરોના વેક્સિન લીધી…

મુંબઇ : દેશના જાણીતા ઉદ્યોગપતિ રતન ટાટાએ પણ કોરોના વાયરસ વિરૂદ્ધ એન્ટીબોડી બને તે માટે કોરોના રસી લઈ લીદી છે. ૮૩ વર્ષીય ટાટાએ કહ્યું કે, તેમને રસી લેતા સમયે કોઈ દુખાવો થયો ન હતો અને સમગ્ર પ્રક્રિયા એકદમ સરળ હતી. તેમણે આશા વ્યક્ત કરી છે કે દેશની દરેક વ્યક્તિને કોરોના રસી લાગશે.
રતન ટાટાએ ટ્‌વીટ કરીને લખ્યું, ‘મેં આજે કોરોના રસીનો પ્રથમ ડોઝ લઈ લીધો છે જેનો હું આભારી છું. આ એકદમ સરળ છે અને તેમાં કોઈ દુખાવો નથી થતો. મને વાસ્તવમાં આશા છે કે દરેક વ્યક્તિને ટૂંકમાં જ રસી આપવામાં આવશે.
રતન ટાટા તરફથી રસી લીધાની જાણકારી શેર કર્યા બાદ દેશભરમાં રસીકરણ અભિયાનને વધારે મજબૂતી મળવાની ધારણા છે કારણ કે તેમની ઉંમર અને તેમના કદની એક મોટા વર્ગ પર અસર થશે. જે લોકો ખુદ અથવા ઘરના વૃદ્ધોને કોરોના રસી અપાવતા ડરે છે તેમને હવે એવું થશે કે જો રતન ટાટા ૮૩ વર્ષેની ઉંમરે કોરોના રસી લઈને ખુશ છે તો નિશ્ચિત પણે તેમાં કોઈ જોખમ નહીં હોય.

Related posts

સરકારી યોજનાઓ ગરીબો માટે જ છે, જમાઇ માટે નથી : નિર્મલાનો કોંગ્રેસને ટોણો…

Charotar Sandesh

PM મોદી અને શાહ સામે આચારસંહિતા મામલે કાર્યવાહી કરવા કોંગ્રેસની સુપ્રીમમાં અરજી

Charotar Sandesh

વિશ્વભરના ૧૧૩ દેશએ ભારતીય વેક્સિનના પ્રમાણપત્રને આપી માન્યતા

Charotar Sandesh