Charotar Sandesh
ઈન્ડિયા

દેશની અખંડિતતા જાળવવા ભારત સંપૂર્ણપણે સક્ષમ,જવાનોનું બલિદાન વ્યર્થ નહીં જાય : મોદી

ભારત-ચીન સરહદે ચાલતા વિવાદ પર વડાપ્રધાનનો હૂંકાર

ભારત પોતાના ક્ષેત્રના એક-એક ઇંચનું રક્ષણ કરશે,દેશની સુરક્ષા કરવામાં અમને કોઇ રોકી નહીં શકે,આપણા જવાનો પર ગર્વ તેઓ મારતા-મારતા શહિદ થયા

ન્યુ દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લદ્દાખમાં ચીન સાથેના વિવાદ પર પહેલી વાર નિવેદન આપ્યુ છે પીએમ મોદીએ કહ્યુ છે કે જે જવાનો શહીદ થઈ ગયા છે તેમની શહાદત વ્યર્થ જશે નહીં. આ સાથે જ તેમણે કહ્યુ કે આપણે આપણા જવાનો પર ગર્વ કરવો જોઈએ, તેઓ મારતા-મારતા મર્યા છે.
બુધવારે રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે કોરોના વાઈરસ પર ચર્ચા કરતા પહેલા પીએમ મોદીએ ચીન સરહદ પર શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપી. પીએમ મોદીએ કહ્યુ કે હુ દેશને વિશ્વાસ અપાવુ છુ કે જવાનોના બલિદાન વ્યર્થ જશે નહીં. તેમણે એ પણ કહ્યુ કે સૈનિક મારતા-મારતા મર્યા છે. આ સાથે જ શહીદ જવાનો માટે બે મિનિટનુ મૌન પણ રાખવામાં આવ્યુ.
પીએમ મોદીએ કહ્યુ, અમે હંમેશાથી પોતાના પાડોશીઓ સાથે મળીને કામ કર્યુ છે. હંમેશા તેમના વિકાસ અને કલ્યાણની કામના કરી છે. જ્યાં ક્યારેક મતભેદ પણ રહ્યા છે. અમે હંમેશાથી એ પ્રયાસ કર્યો છે કે મતભેદ વિવાદ બની જાય નહીં. અમે ક્યારેય કોઈને ઉશ્કેરતા નથી પરંતુ પોતાના દેશની અખંડતતા અને સંપ્રભુતાની સાથે સમાધાન પણ નથી કરતા. જ્યારે પણ સમય આવ્યો છે અમે દેશની અખંડતતા અને સંપ્રભુતાની રક્ષા કરવા માટે પોતાની શક્તિનું પ્રદર્શન કર્યુ છે. પોતાની ક્ષમતાઓને સાબિત કરી છે.
પીએમ મોદીએ વધુમાં જણાવ્યુ કે ત્યાગ અને તપસ્યા આપણા ચારિત્ર્યનો ભાગ છે. વિક્રમ અને વીરતા પણ આપણા ચારિત્ર્યનો ભાગ છે. દેશની સંપ્રભુતા અને અખંડતાની રક્ષા કરવાથી આપણને કોઈ રોકી શકશે નહીં. એમાં કોઈને પણ ભ્રમ હોવો જોઈએ નહીં. ભારત શાંતિ ઈચ્છે છે પરંતુ ભારત ઉશ્કેરવા પર દરેક પરિસ્થિતિમાં યથાયોગ્ય જવાબ આપવા માટે સક્ષમ છે. આપણા દિવંગત શહીદ વીર જવાનોના વિષયમાં દેશને એ વાતનો ગર્વ હશે કે મારતા-મારતા મર્યા છે.

Related posts

કોરોનાકાળમાં ભારતના ૧૦૦ અબજોપતિઓની સંપત્તિમાં ૩૫ ટકાનો વધારો…

Charotar Sandesh

કોવેક્સિનમાં વાંછરડાના સીરમના ઉપયોગ મુદ્દે ભારત બોયોટેકે સ્પષ્ટતા કરી…

Charotar Sandesh

સમગ્ર વિશ્વ યોગના રંગે રંગાયુ : તમામ રાજ્ય સરકારોએ ઠેર ઠેર યોજ્યા યોગાસનના કાર્યક્રમો

Charotar Sandesh