Charotar Sandesh
ઈન્ડિયા

દેશને નબળો કરનારા લોકો પોતાને રાષ્ટ્રવાદી કહીને સંબોધિત કરે છે : રાહુલ ગાંધી

રાહુલ ગાંધીએ અમેરિકાના પૂર્વ ડિપ્લોમેટ સાથે કર્યો સંવાદ…

રાહુલ ગાંધીએ ચર્ચા દરમ્યાન અસહિષ્ણુતા જેવા મુદ્દા ઉઠાવ્યા, ભારત-અમેરિકામાં પહેલા જેવી સહિષ્ણુતા દેખાતી નથી…

ચીન અને રશિયા મોટો પડકાર : નિકોલસ બર્ન્સ

ન્યુ દિલ્હી : કોરોના વાયરસના સંકટ વચ્ચે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વિવિધ ક્ષેત્રના વિશેષજ્ઞો સાથે સંવાદ કરી રહ્યા છે. રાહુલ ગાંધીએ પૂર્વ ગવર્નર રઘુરામ રાજન તથા બજાજ સાથે ચર્ચા દરમિયાન આપેલા નિવેદન દેશભરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યા હતા ત્યારે આજે અમેરિકાના પૂર્વ એમ્સેડર નિકોલસ બર્ન્સ સાથે ચર્ચામાં રાહુલે અસહિષ્ણુતા જેવા મુદ્દા ઉછાળીને વધુ એક વિવાદને જન્મ આપ્યો છે. રાહુલ ગાંધીએ આડકતરી રીતે સરકાર પર નિશાન તાકતા કહ્યું કે તેમને ભારત અને અમેરિકા બન્ને દેશમાં પહેલા જેવી સહિષ્ણુતા નથી દેખાતી.
દેશ કોરોના વાયરસના સંકટથી પસાર થઇ રહ્યો છે ત્યારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી કોરોના વાયરસ સંકટ મુદ્દે વિવિધ નિષ્ણાતો સાથે સંવાદ કરી રહ્યા છે. આ જ મુદ્દે રાહુલ ગાંધીએ આજે અમેરિકાના પૂર્વ એમ્સેડર નિકોલસ બર્ન્સ સાથે ચર્ચા કરી. આ દરમિયાન રાહુલ ગાંધીએ મોટું નિવેદન આપતા કહ્યું કે વિભાજનથી દેશ નબળો થાય છે પરંતુ વિભાજન કરતા લોકો તેને એક તાકાતના રૂપે પ્રસ્તુત કરે છે. દેશના પાયાને નબળું કરી રહેલા આ લોકો પોતાને રાષ્ટ્રવાદી કહીને સંબોધિત કરે છે.
જ્યારે બર્ન્સે કહ્યું કે આપણા દેશ સામે કોઈ પડકાર હોય તો તે ચીન અને રશિયા જેવા દેશ છે. આપણે યુદ્ધ નથી ઈચ્છતા પરંતુ આત્મસુરક્ષા એ આપણી ફરજ છે. અમે ચીનથી યુદ્ધ નથી લડી રહ્યા પરંતુ આ વિચારોની જંગ છે.
રાહુલ ગાંધીએ આ ચર્ચામાં અસહિષ્ણુતા જેવા મુદ્દાઓને ઉઠાવ્યા. રાહુલે કહ્યું કે ભારત અને અમેરિકા બંને સહિષ્ણુ દેશ છે, કોઈ પણ વિચારનું સન્માન કરે છે પરંતુ અત્યારે બન્ને દેશ અત્યારે આ મુદ્દે તકલીફોનો સામનો કરી રહ્યા છે. જેના જવાબમાં બર્ન્સે કહ્યું કે ચીન જેવા દેશો કરતા તો અમે ખૂબ સારા છે કારણ કે અત્યારે દરેક શહેરમાં પ્રદર્શન થઇ રહ્યા છે જે લોકતંત્રમાં ખૂબ મહત્વના છે.
નોંધનીય છે કે રાહુલ ગાંધીએ ચર્ચા દરમિયાન આડકતરી રીતે સરકાર પર નિશાન સાધતા કહ્યું કે અમે ખુલા વિચાર ધરાવતા લોકો છીએ પરંતુ હવે તે બધું ગાયબ થઇ ગયું છે જે ખૂબ જ દુઃખદ છે. બંને દેશમાં જેવી સહિષ્ણુતા પહેલા હતી તેવી હવે નથી દેખાતી.

Related posts

સુનીલ ગાવસ્કર જેટલી સદી તેટલાં બાળકોની હાર્ટસર્જરીનો ખર્ચ ઉઠાવશે

Charotar Sandesh

મહારાષ્ટ્રમાં ઘોર બેદરકારી : ૧૨ બાળકોને પોલિયોના સ્થાને સેનિટાઇઝરના ડ્રોપ આપ્યા…

Charotar Sandesh

’યાસ’ વાવાઝોડાએ ધારણ કર્યું ભીષણ સ્વરૂપ, બંગાળ ઓડિશામાં ભારે વરસાદ…

Charotar Sandesh