Charotar Sandesh
ઈન્ડિયા

દેશમાં કોરોનાના કહેર યથાવત્‌ : કુલ ૧૦ના મોત, ૫૦૮ સંક્રમિત…

પૂર્વોત્તરમાં મણિપુર ખાતે કોરોનાનો સૌપ્રથમ કેસ નોંધાયો…

મહારાષ્ટ્રમાં વધુ એક કોરોના દર્દીનું મોત, સૌથી વધુ ૧૦૧ સંક્રમિત…

ન્યુ દિલ્હી : દેશમાં કોરોના વાઈરસ સંક્રમિતોની સંખ્યા ૫૦૮ થઈ ગઈ છે, જ્યારે ૧૦ લોકોના મોત થઈ ચુક્યા છે. મહારાષ્ટ્રમાં સૌથી વધારે ૧૦૧ કેસની પુષ્ટી થઈ ચુકી છે. બીજા નંબરે કેરળ છે. સાથે જ મંગળવારે મણિપુરમાં સંક્રમણનો પહેલો કેસ સામે આવ્યો છે. ૨૩ વર્ષીય સંક્રમિત યુવતી તાજેતરમાં જ બ્રિટનથી પાછી આવી હતી. સંક્રમણને ફેલાવાથી રોકવા માટે ૩૦ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ પુરી રીતે લોકડાઉનની જાહેરાત કરી છે.

મહારાષ્ટ્રમાં કોરોનાને કારણે વધુ એક દર્દીનું મોત નીપજ્યાની ખબર સામે આવી છે. મુંબઇમાં મંગળવારે એક કોરોના સંક્રમિતની મોત થઇ ગઇ છે. આની સાથે દેશમાં આ વાયરસને કારણે મરનારની સંખ્યા ૧૦ થઇ ગઇ છે. કોરોનાના આંધ્ર પ્રદેશમાં ૭, બિહારમાં ૨, છત્તીસગઢમાં એક, ચંડીગઢમાં ૬, દિલ્હીમાં ૨૯, ગુજરાતમાં ૩૩, હરિયાણામાં ૨૬, હિમાચલ પ્રદેશમાં ૨, જમ્મુ-કાશ્મીરમાં ૪, કર્ણાટકમાં ૩૩, કેરળમાં ૯૫, લદ્દાખમાં ૧૩, મધ્ય પ્રદેશમાં ૬, મહારાષ્ટ્રમાં ૧૦૧, ઓડિશામાં ૨, પોંડીચેરીમાં એક, પંજાબમાં ૨૩, રાજસ્થાનમાં ૩૨, તમિલનાડુમાં ૧૨,તેલંગાણામાં ૩૩, ઉત્તર પ્રદેશમાં ૩૩, ઉત્તરાખંડમાં ૫ અને પશ્ચિમ બંગાળમાં ૭ કેસો નોંધાયા છે. તેમાંથી ૧૦ લોકોના મોત થયા છે, જ્યારે ૪૪ લોકો સાજા થઈને ઘર જતા રહ્યા છે.

પાંચ રાજ્યોમાં કર્ફ્યૂ લાગુ કરવામાં આવ્યો છે. દેશભરમાં લોકડાઉન અને કર્ફ્યૂ લાગુ કરવા માટે પોલીસ રસ્તાઓ પર છે. પોલીસ બેરિકેડિંગ કરીને માત્ર જરૂરી કામો માટે લોકોને અવર જવર કરવા માટેની મંજૂરી આપી રહી છે. દિલ્હીમાં સોમવારે લોકડાઉનના પહેલા દિવસે ઉલ્લંઘન કરવા પર ૧૦૧૨ લોકો પર કેસ નોંધવામાં આવ્યા છે. આ સાથે જ આંધ્રપ્રદેશ સરકારે કહ્યું છે કે વિદેશથી પાછા આવેલા લોકોની ઓળખ માટે મેડિકલની ટીમો લોકોની ઘરે ઘરે જઈને તપાસ કરશે.

ત્રણ રાજ્યો ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ અને ઓરિસ્સાએ તેના ઘણા શહેરોને લોકડાઉન કર્યા છે. દેશના ૫૭૭ જિલ્લા આ દાયરામાં આવે છે. સાથે જ મહારાષ્ટ્ર, પંજાબ, પુડ્ડચેરી અને રાજસ્થાનમાં કર્ફ્યૂ લગાવવાની જાહેરાત કરવામાં આવી છે. મધ્યપ્રદેશના ભોપાલ અને જબલપુરમાં સોમવારે અડધી રાતથી કર્ફ્યૂ લાગુ કરી દેવાયો છે.
નવા ૨૨ કેસ નોંધાવાની સાથે જો એક્ટિવ કેસ (હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દી) ૪૪૬ છે. ૩૬ લોકો સાજા થઈ જતાં તેઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ૨૩ માર્ચે કહ્યું હતું કે આજે અડધી રાતથી પુરા રાજ્યમાં કરફ્યૂ લગાવવામાં આવશે કારણ કે કોરોના વાયરસ વિરૂદ્ધ મુકાબલો મહત્વના પડાવ પર પહોચી ગયો છે.

Related posts

નેટફ્લિક્સ ઇન્ડિયા ૧૦ નવી ઓરિજિનલ ફિલ્મ્સ રજૂ કરશે

Charotar Sandesh

એકનાથ શિંદેએ મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી પદના શપથ લીધા : નાયબ મુખ્યમંત્રી ફડણવીસ બન્યા

Charotar Sandesh

રાજસ્થાન રાજનીતિ સંકટ : હાઇકોર્ટના આદેશ પર રોક લગાવવાનો સુપ્રિમનો ઇન્કાર

Charotar Sandesh