Charotar Sandesh
ઈન્ડિયા

દેશમાં કોરોનાના કેસ ૩૨ લાખને પાર : ૨૪ કલાકમાં ૧૦૫૯ લોકોના મોત…

માસ્ક ન પહેરવાના કારણે કેસ વધી રહ્યા છેઃ આઇસીએમઆર
૧%થી પણ ઓછા દર્દી વેન્ટીલેટર પર, સાજા થયેલા દર્દીઓની સંખ્યા એક્ટિવ કેસ કરતા ૩.૪ ગણી થઈ

ન્યુ દિલ્હી : દુનિયાભરના તમામ દેશોની સાથે-સાથે ભારતમાં પણ કોરોના વાયરસનો આતંક પૂર ઝડપે વધી રહ્યો છે. દેશમાં કોરોના સંક્રમિતોના કેસ સતત વધી રહ્યા છે. આ સાથે જ કોરોનાથી સ્વસ્થ્ય થનારા લોકોની સંખ્યા પણ ધીમે ધીમે વધી રહી છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે બુધવારના રોજ દેશમાં કોરોના વાયરસના કુલ કેસ વધીને સંક્રમણનો કુલ આંકડો ૩૨ લાખને ઓળંગી ગયો છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન કોરોનાના ૬૭૧૫૧ કેસ નોંધાતા કુલ કેસ ૩૨૩૪૪૭૪ થઈ ગયા છે.
જોકે, એક સારી બાબત એ પણ છે કે ભારતમાં ધીમે ધીમે કોરોનાની બિમારીમાંથી સ્વસ્થ્ય થનારા લોકોની સંખ્યા પણ વધી રહી છે. ભારતમાં હવે કોરોના વાયરસનો રિકવરી રેટ સુધરીને ૭૬.૨૯ ટકા સુધી પહોંચી ગયો છે. દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૬૩૧૭૩ દર્દીઓ કોરોનાની બિમારીમાંથી સ્વસ્થ્ય થઈ ગયા છે. આ સાથે જ આ આંકડો વધીને ૨૪૬૭૭૫૮ સુધી પહોંચી ગયો છે જે કોરોનાના એક્ટીવ કેસ કરતા ત્રણ ગણા કરતા પણ વધારે છે.
જ્યારે છેલ્લા ૨૪ કલાકમાં ૧૦૫૯ લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. આ સાથે જ કોરોના વાયરસના કારણે મોતને ભેટનાર લોકોની સંખ્યા વધીને ૫૯૪૪૯ સુધી પહોંચી ગઈ છે. જેનાથી સ્પષ્ટ થાય છે કે બુધવાર સવાર સુધીમાં દેશભરમાં કોરોના વાયરસના ૭૦૭૨૬૭ એક્ટિવ કેસ છે.
દુનિયાભરમાં કોરોના વાયરસના અત્યાર સુધીમાં ૨૩૮૮૮૪૭૨ કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાંથી ૮૧૯૨૧૬ લોકોના મોત નિપજ્યા છે જ્યારે ૧૫૫૫૨૭૩૬ લોકો સ્વસ્થ્ય થવામાં સફળ થયા છે. સમગ્ર દુનિયામાં અત્યારે ૭૫૧૬૫૨૦ કેસ એક્ટિવ છે. સતત વધી રહેલા કેસના કારણે દુનિયામાં સૌથી વધારે કેસ ધરાવતા દેશોની યાદીમાં પહેલા સ્થાન પર અમેરિકા, બીજા સ્થાન પર બ્રાઝિલ, ત્રીજા સ્થાન પર ભારત અને ચોથા સ્થાન પર રશિયા છે.

Related posts

કોંગ્રેસના પગલે ચાલ્યા હોત તો સમસ્યાઓ યથાવત્‌ રહી હોત : વડાપ્રધાન મોદી

Charotar Sandesh

ઉ.પ્રદેશમાં સરકાર-પોલીસ સામાન્ય લોકોને પરેશાન કરી રહી છે : પ્રિયંકા ગાંધી

Charotar Sandesh

કેન્દ્રને રાહત : કાશ્મીરમાંથી કલમ-૧૪૪ દૂર કરવા સુપ્રિમનો ઇન્કાર

Charotar Sandesh