Charotar Sandesh
ઈન્ડિયા

દેશમાં કોરોનાની એન્ટ્રીને ૩૦૦ દિવસ પૂર્ણ : કુલ કેસ ૯૨ લાખને પાર…

૨૪ કલાકમાં વધુ ૪૪૩૭૬ કેસ નોંધાયા, ૪૮૧ના મોત…

ન્યુ દિલ્હી : દેશમાં કોરોના વાયરસ સંક્રમણના કુલ કેસ ૯૨ લાખનો આંકડો પાર કરી ગયા છે. આ આંકડાને પાર કરવામાં કુલ ૩૦૦ દિવસ લાગ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૪૪,૩૭૬ નવા કેસ દર્જ કરવામાં આવ્યા છે જ્યારે ૪૮૧ લોકોના મોત થયા છે. અત્યાર સુધી દેશભરમાં કુલ ૯૨ લાખ ૨૨ હજાર ૨૧૬ કેસ સામે આવ્યા છે. જોકે, છેલ્લા ૨૪ કલાકમાં ૩૭,૮૧૬ દર્દી સ્વસ્થ્ય પણ થયા છે.
દેશમાં કોરોના વાયરસ સંક્રમણનો રિકવરી રેટ ૯૩.૭૧ % છે, જ્યારે એક્ટિવ દર્દી ૪.૮૨ % છે. કોરોના વાયરસથી દેશમાં મોતનો એવરેજ દર ૧.૪૬ % છે જ્યારે પોઝિટિવિટી રેટ ૩.૮૨ % છે. ગત ૨૪ કલાકમાં સ્વસ્થ થયેલા દર્દીઓની સંખ્યા ૩૭,૮૧૬ છે. અત્યાર સુધી દેશભરમાં કુલ ૮૬,૪૨,૭૭૧ દર્દી કોરોના વાયરસ સંક્રમણથી સ્વસ્થ થયા છે, જ્યારે દેશભરમાં અત્યાર સુધી ૧,૩૪,૬૯૯ લોકોના મોત કોરોના સંક્રમણથી થઇ ચુક્યા છે.
દેશભરમાં કોરોના વાયરસ સંક્રમણના કુલ એક્ટિવ કેસની સંખ્યા ૪,૪૪,૭૪૬ છે. દેશભરમાં ગત ૨૪ કલાકમાં કુલ ૧૧,૫૯,૦૩૨ સેમ્પલની તપાસ થઇ છે જ્યારે અત્યાર સુધી ૩૦૦ દિવસમાં દેશમાં ૧૩ કરોડ ૪૮ લાખ ૪૧ હજાર ૩૦૭ સેમ્પલની ટેસ્ટિંગ થઇ ચુકી છે.
કોરોના વાયરસથી ફેલાનારી મહામારીનો પ્રકોપ છેલ્લા એક વર્ષથી વિશ્વભરમાં આતંક જોવા મળી રહ્યો છે. ભારતમાં પણ આ રોગની ઝપટમાં આવનારા લોકોની સંખ્યા પ્રથમ વખત એક લાખ સુધી પહોચવામાં ૧૧૦ દિવસનો સમય લાગ્યો હતો પરંતુ તે બાદથી ઝડપ વધતી ગઇ અને દેશમાં એક એક લાખ નવા કેસ માત્ર એક-બે દિવસમાં જોડાવા લાગ્યા. હવે ગત મહિનામાં સંક્રમણ ફેલાવવાની ગતિ થોડી ધીમી થઇ છે પરંતુ રોગ માટે કોઇ યોગ્ય દવા આવવા સુધી ઢીલાશ રાખવી નુકસાનકારક સાબિત થઇ શકે છે. ભારતને ૯૨ લાખ કોરોના સંક્રમિતનો આંકડો પાર કરવામાં કુલ ૩૦૦ દિવસ લાગ્યા છે.
યુપીમાં ઝડપથી વધી રહેલા કોરોના સંક્રમણ પર અલાહાબાદ હાઈકોર્ટે કડક નિર્દેશ જાહેર કર્યા છે. હાઈકોર્ટે યુપીના ૬ જિલ્લા પ્રયાગરાજ, લખનઉ, ગાઝિયાબાદ, મેરઠ, કાનપુર, અને ગૌતમબુદ્ધ નગરમાં નિગરાણી અભિયાન ચલાવવાના નિર્દેશ આપ્યા છે. આ સાથે એમ પણ કહ્યું છે કે ભીડભાડવાળા વિસ્તારોમાં ડ્રોનથી ૨૪ કલાક નિગરાણી થવી જોઈએ.
અલાહાબાદ હાઈકોર્ટે માસ્ક પહેરવાની નિગરાણીના પણ નિર્દેશ આપ્યા છે અને કહ્યું કે પ્રશાસન માસ્ક પહેરવાના નિયમોને અનિવાર્ય રીતે કડકાઈથી લાગુ કરે. આ માટે રેન્ડમ ટેસ્ટિંગ પણ થવું જોઈએ.

Related posts

અદાણી જૂના સહયોગથી સાઉદીથી ભારત આવી રહ્યો છે ૮૦ મેટ્રિક ટન ઓક્સિજન…

Charotar Sandesh

મોદીએ સાબિત કરી બતાવ્યુ કે, કોરોના સામે લડાઇ કેવી રીતે લડાય : નડ્ડા

Charotar Sandesh

રાજ્યસભાનું ચોમાસું સત્ર અનિશ્ચિતકાળ માટે સ્થગિત…

Charotar Sandesh