Charotar Sandesh
ઈન્ડિયા

દેશમાં કોરોનાનો હાહાકાર : ૨૪ કલાકમાં ૧૨૦૦ નવા કેસ નોંધાતા ખળભળાટ…

સંક્રમિતોનો આંકડો ૧૦,૩૦૦ને પાર, મૃત્યુઆંક ૨૩૯

ન્યુ દિલ્હી : દેશમાં કોરોના વાઈરસના પોઝિટિવ કેસો સતત વધતા જઈ રહ્યાં છે. છેલ્લા ૨૪ કલાકની અંદર ૧૨૦૦થી વધુ નવા કેસ સામે આવ્યા છે, જ્યારે ૨૦થી વધુ લોકો મોતને ભેટ્યાં છે. એકલા ઉત્તર પ્રદેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૧૧૦ પોઝિટિવ કેસો સામે આવ્યા છે, જ્યારે મહારાષ્ટ્રમાં છેલ્લા ૧૨ કલાકની અંદર ૧૨૧ નવા કેસો નોંધાયા છે. અહીં કુલ દર્દીઓની સંખ્યા વધીને ૨૪૫૫ થઈ ગઈ છે.

મહારાષ્ટ્રની વાત કરીએ તો, કોરોનાથી સૌથી વધુ કોઈ રાજ્યને અસર થઈ હોય, તો તે મહારાષ્ટ્ર છે. અત્યાર સુધી અહીં ૨૪૫૫ કન્ફર્મ કેસો સામે આવી ચૂક્યાં છે. છેલ્લા ૧૨ કલાકમાં જ ૧૨૧ કેસો નોંધાયા છે. જેમાં માત્ર મુંબઈમાંથી જ ૯૨ કન્ફર્મ કેસો નોંધાયા છે. આ ઉપરાંત નવી મુંબઈમાં ૧૩, ઠાણેમાં ૧૦, વસઈ-વિરારમાં ૩ અને રાયગઢમાં ૧ કેસ નોંધાયાો છે.

બીજી તરફ ઉત્તર પ્રદેશમાં છેલ્લા ૨૪ કલાકની અંદર ૨૬૩૪ લોકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં ૧૧૦નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. પ્રથમ વખત ઉત્તર પ્રદેશમાં કોઈ એક દિવસમાં દર્દીઓની સંખ્યા ૧૦૦ની પાર પહોંચી હોય. ઉત્તર પ્રદેશમાં કોરોનાના પોઝિટિવ કેસો વધીને ૬૫૦ પર પહોંચી ચૂકી છે. જ્યારે ૫ લોકોના મોત નીપજ્યાં છે. જો કે રાહતની વાત છે કે, અત્યાર સુધી ૪૯ દર્દીઓ સ્વસ્થ થયા બાદ તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે.

દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૨૧૧ કોરોનાના કેસો સામે આવ્યા બાદ કુલ સંખ્યા વધીને ૧૦૩૬૩ પર પહોંચી ગઈ છે અને ૩૧ લોકો મોતને ભેટ્યાં છે. આ સાથે જ કોરોનાથી મોતને ભેટનારા લોકોની સંખ્યા વધીને ૩૩૯ પર પહોંચી ચૂક્યો છે. આ સિવાય ૧૦૩૫ લોકો સંપૂર્ણ સ્વસ્થ થયા બાદ તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે.

Related posts

કોરોનાના દૈનિક કેસોમાં ઘટાડો, ૨૪ કલાકમાં ૩૧,૧૧૮ લોકો સંક્રમિત થયા…

Charotar Sandesh

દેશમાં કોરોના વિસ્ફોટ : ૨૪ કલાકમાં ૩,૪૯,૬૯૧ નવા કેસ, ૨૭૬૭ના મોત…

Charotar Sandesh

કોરોના સંકટ : ૨૪ કલાકમાં ૫૩,૬૦૧ પોઝિટિવ કેસ, ૮૭૧ના મોત…

Charotar Sandesh