Charotar Sandesh
ઈન્ડિયા

દેશમાં કોરોના કેસ ૨.૬૭ લાખને પાર : છેલ્લાં ૨૪ કલાકમાં પ્રતિ કલાકે ૪૧૬ કેસો નોંધાયા…

હવે ખતરો વધ્યો : છેલ્લાં ૨૪ કલાકમાં પ્રતિ કલાકે ૪૧૬ કેસો નોંધાયા…

કુલ મૃત્યઆંક ૭,૪૬૬ પર પહોંચ્યો, ૧,૨૯,૨૧૪થી વધારે લોકો સાજા થયા, ભારતમાં સતત સાતમા દિવસે ૧૦,૦૦૦થી વધુ કેસ નોંધાયા…

રાજધાની દિલ્હીમાં કોરોના કોમ્યુનિટી ટ્રાન્સમિશનનો ખતરનાક તબક્કો શરૂ થયાનો સ્વાસ્થ્ય મંત્રીનો દાવો…

ન્યુ દિલ્હી : વૈશ્વિક મહામારી કોરોના વાઇરસ એટલે કે કોવિડ-૧૯ મામલે ભારત વિશ્વના સૌથી વધુ સંક્રમિત દેશોની યાદીમાં ૫માં ક્રમે પહોંચી ગયું છે. અનલોક-૧ના બીજા તબક્કામાં લગભગ તમામ વાણિજયિક એકમો ખુલી ગયા છે ત્યારે તેની સાથે કેસોની સંખ્યા પણ ઘટવાને બદલે વધી રહી હોય તેમ સતત ૬ઠ્ઠા દિવસે પણ કેસોની સંખ્યા ૯ હજારની ઉપર આવ્યાં છે. આજે મંગળવારે સવારે પૂરા થયેલા છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૯,૯૮૭ કોરોના કેસ બહાર આવ્યાં તો આ જ સમયગાળામાં વધુ ૩૩૧ દર્દીઓના મોત નિજ્યા છે. મૃત્યઆંકનો છેલ્લાં ૨૪ કલાકનો આ આંકડો અત્યારસુધીનો સૌથી ઉંચો આંકડો છે.. દેશમાં પ્રથમ વખત એક જ દિવસમાં ૩૦૦થી વધારે મોત અને સતત છઠ્ઠા દિવસે ૧૦,૦૦૦ની આસપાસ કેસ આવ્યા છે.
તે સાથે જ ભારતમાં કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૨,૬૬,૫૯૮ પર અને કુલ મૃત્યઆંક ૭,૪૬૬ પર પહોંચી ગયો છે.. તેની સાથે અત્યારસુધીમાં ૧,૨૯,૨૧૪ લોકો સાજા થયા અને હજુ ૧,૨૯,૯૧૭ કેસ સક્રિય છે. રોજેરોજ ૯ હજાર કરતાં વધારે કેસો બહાર આવી રહ્યાં છે. જેમાં પણ દિલ્હીની આપ સરકારે તો દિલ્હીમાં આવનાર સમયમાં હજારોની સંખ્યામાં કેસો વધવાની ભીતિ દર્શાવી છે. ત્યારે પરિસ્થિતિ હજુ ગંભીર બનવાની શક્યતા જોવામાં આવી રહી છે.
સૂત્રોએ વધુ વિગતો આપતાં કહ્યું કે, દેશમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા મંગળવારે સવારે ૨ લાખ ૬૫ હજારને પાર થઈ ગઈ છે. વીતેલા ૨૪ કલાકમાં ૯,૯૮૭ નવા કેસ સામે આવ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા બહાર પડાયેલા આંકડા મુજબ, દેશમાં અત્યારે ૨,૬૬,૫૯૫ કોરોનગ્રસ્ત દર્દીઓ છે. આ ઉપરાંત ૭૪૬૬ દર્દીઓના કોરોનાને કારણે મોત થઈ ગયા છે. દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા ૨ લાખ ૬૭ હજાર ૨૩૮ થઈ ગઈ છે.
આ સાથે જ બીજી તરફ મંગળવાર સવારે દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનને જણાવ્યું કે, રાજધાની દિલ્હીમાં કોરોના સંક્રમણનો સૌથી ખતરનાક તબક્કો કોમ્યુનિટી ટ્રાન્સમિશન શરૂ થઈ ગયુ છે. અડધાથી વધારે કેસ આ પ્રકારના સામે આવ્યા છે. કોમ્યુનિટી ટ્રાન્સમિશન ત્યારે થાય છે જ્યારે સંક્રમણના સોર્સ અંગે ખબર ન પડે. તેમણે એમ પણ કહ્યું કે, આપણે આવું ત્યારે જ કહી શકીએ, જ્યારે કેન્દ્ર આ અંગેની જાહેરાત કરે.હવે મહારાષ્ટ્રમાં પણ કોરોના દર્દીઓનો આંકડો ૮૮ હજારની પાર પહોંચી ગયો છે. અને ૩,૧૬૯ લોકોના મોત થયા છે. તો બીજી તરફ ૩૩,૨૨૯ દર્દીઓ સાથે તમિલનાડુ બીજા ક્રમે છે જ્યાં ૨૮૯ લોકોના મોત થયા છે.
તો બીજી બાજું મુંબઈમાં સંક્રમિતોનો આંકડો ૫૦ હજારને પાર પહોંચી ગયો છે, શહેરમાં ૧૭૦૨ લોકોના મોત થયા છે. જ્યારે રાજ્યમાં ૮૮ હજાર ૫૨૮ સંક્રમિત મળ્યા છે, જેમાંથી ૪૦ હજારથી વધુ સાજા થઈ ચુક્યા છે. મુંબઈમાં દરરોજ જેટલા લોકો પોઝિટિવ મળી રહ્યા છે, તેમની સરખામણીમાં સાજા થનારા લોકોની ટકાવારી વધી રહી છે.
મહારાષ્ટ્ર, તમિલનાડુ, દિલ્હી અને ગુજરાત જેવા રાજ્યો કોરોના વાયરસથી સૌથી વધારે સંક્રમિત પ્રભાવિત રાજ્યો બની ગયા છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધી ૮૮,૫૨૮ કોરોના વાયરસના કેસ નોંધાયા છે જેમાંથી ૪૪,૩૮૪ સક્રિય કેસ છે. દિલ્હીમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યા ૨૯,૯૪૩ છે જેમાંથી ૮૭૪ લોકોના મોત થઈ ગયા છે.
મહારાષ્ટ્ર પોલીસે મંગળવારે જણાવ્યું કે, છેલ્લા ૨૪ કલાકમાં ડિપાર્ટમેન્ટમાં એક પણ નવો કેસ આવ્યો નથી. રાજ્યમાં અત્યાર સુધી ૨,૫૬૨ પોલીસ અને અધિકારીઓ સંક્રમિત થઈ ચુક્યા છે. સાથે જ ૩૪ જવાનોના મોત થયા છે. તમિલનાડુમાં કોરોના વાયરસના કેસ ૩૩,૨૨૯ થઈ ગયા છે. જેમાંથી ૧૫,૪૧૬ એક્ટિવ કેસ છે જ્યારે ૨૮૬ લોકોના મોત થઈ ગયા છે. રાજસ્થાનમાં ૧૦,૭૬૩ અને ઉત્તરપ્રદેશમાં ૧૦,૯૭૪ લોકો કોરોનાથી સંક્રમિત થઈ ગયા છે.
હિમાચલ પ્રદેશમાં આજે નવા ૮ કેસ નોંધાયા બાદ રાજ્યમાં કુલ કોરોના વાયરસ પોઝિટીવ કેસની સંખ્યા ૪૨૯ થઈ. જેમાં ૧૯૭ એક્ટિવ કેસ અને ૨૨૩ સાજા થયેલા દર્દી તથા ૫ મોતનો સમાવેશ થાય છે.
દરમ્યાનમાં આપ સરકારના જણાવ્યાં પ્રમાણે, રાજધાની દિલ્હીને આગામી જુલાઈ માસના અંત સુધીમાં ૮૦,૦૦૦ બેડની જરૂર પડશે. કેમ કે, દિલ્હીમાં ૩૧મી જુલાઈ સુધીમાં ૫.૫ લાખ કોવિડ કેસ થવાની સંભાવના છે.
આ સાથે જ સારી બાબત એ છે કે જેટલા એક્ટિવ કેસ છે, એટલા દર્દી સાજા થઈ રહ્યા છે. મંગળવાર સવાર સુધી ૧ લાખ ૨૯ હજાર ૩૪૫ દર્દી બિમાર છે. તો સામે ૧ લાખ ૨૯ હજાર ૯૫ સાજા થયા છે
લોકડાઉનના નિયમો હળવા બનતા દિવસો સધી ઘરમાં પૂરાયેલા લોકો હવે કામકાજે વળગતા રસ્તાઓ ટ્રાફિકથી ઉભરાયા છે.લોકડાઉનના ૭૫માં દિવસે ગુજરાત સહિત આજે ૨૫ રાજ્યોમાં મંદિરો બાદ ૧૭ રાજ્યોમાં મોલ, રેસ્ટોરન્ટ્‌સ ખૂલ્યા. દેશમાં શ્રદ્ધાળુઓ મંદિર, મસ્જિદ, ગુરૂદ્વારા અને ચર્ચ પર જઈને પ્રભુ પ્રાર્થનામાં લીન થયા છે. અનેક રાજ્યોમાં અમ્ફાન-નિસર્ગની અસરથી વરસાદની સ્થિતિ છે. હવે ચક્રાવાત શમી ગયો છે પરંતુ ઉત્તરીય જમ્મુ-કાશ્મિર તથા દિલ્હીમાં ભૂકંપની સ્થિતિ છે.

Related posts

હથિયારો ભરેલી ટ્રક લઇને જઇ રહેલા ત્રણ આતંકવાદી ઠાર મરાયા…

Charotar Sandesh

દિલ્હી સરકારે આપ્યો પલાયન રોકવાનો પ્લાન, કહ્યું- મજૂરોને આપીશું ૫-૫ હજાર રૂપિયા…

Charotar Sandesh

૧લી એપ્રિલથી ટ્રાફિક નિયમો વધુ કડક બનશે : કેન્દ્ર સરકાર

Charotar Sandesh