છેલ્લા ૨૪ કલાકમાં ૫૬૦૯ નવા પોઝિટિવ કેસ અને ૧૩૨ના મોત…
સંક્રમિતોની સંખ્યા ૧,૧૨,૩૫૯ પર પહોંચી,૩૪૩૫ લોકોના મોત જ્યારે ૪૫,૨૯૯ લોકો સાજા થયા, હાલ ૬૩,૬૨૪ એક્ટિવ કેસ, કોરોનાના સૌથી વધારે એક્ટિવ કેસના મામલામાં ભારતે ઈટાલી અને સ્પેનને પાછળ છોડ્યા, દેશમાં સૌથી વધુ મહારાષ્ટ્રમાં સંક્રમિતોની સંખ્યા ૩૯,૨૯૭ અને મૃત્યુઆંક ૧૩૯૦…
ન્યુ દિલ્હી : ભારતમાં કોરોના મહામારીનો પ્રકોપ સતત વધી રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૫૬૦૯ નવા કેસ નોંધાયા અને ૧૩૨ દર્દીઓના મોત થયા છે. આ આંકડાઓને પ્રતિ કલાકની રીતે જોઇએ તો દર કલાકે ૨૩૩ કોરોના સંક્મણના કેસો સામે આવ્યા અને પ્રતિકલાકે ૫થી વધારે લોકોનાં મૃત્યુ થયા છે. દેશમાં વધી રહેલા કેસોમાં મહારાષ્ટ્રનો ફાળો સૌથી વધારે હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે. મહારાષ્ટ્રમાં સંક્રમિતોની સંખ્યા ૩૯,૨૯૭ અને મૃત્યુઆંક ૧૩૯૦ પર પહોંચી ગયો છે. તો બીજા નંબરે રહેલા તમિલનાડુમાં સંક્રમિતોનો આંકડો ૧૩ હજારની પાર પહોંચ્યો છે. ૩ દિવસ પહેલા જ આ સંખ્યા એક લાખને પાર પહોંચી હતી. આ સપ્તાહ દર્દીઓની સંખ્યા પહેલા કરતા વધી ગઈ છે. હવે દર ૨ દિવસે ૧૦ હજારથી વધુ સંક્રમિત વધી રહ્યા છે, અને રોજ દોઢ હજારથી વધુ દર્દીઓ સાજા થઈ રહ્યા છે.
આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યાં પ્રમાણે, છેલ્લાં ૨૪ કલાકમાં ભારતમાં કોરોના વાઇરસના ૫૬૦૯ કેસ નોંધાયા છે, જ્યારે ૧૩૨ દરદીઓના મૃત્યુ થયા છે.. જો તેને પ્રતિ કલાકની રીતે જોઇએ તો ભારતમાં એક પછી એક લોકડાઉન-૪ સુધી પહોંચવા છતાં પ્રતિ કલાકે ૨૩૩ પોઝીટીવ કેસ નોંધાયા છે અને દર કલાકે ૫ લોકોના મૃત્યુ થયા છે. ગઇ કાલે બુધવારે પણ ૫ હજીર કરતાં વધારે કેસો બહાર આવ્યાં હતા. હાલ દેશમાં કુલ કેસની સંખ્યા ૧,૧૨,૩૫૯એ પહોંચી છે, જ્યારે ઍક્ટિવ કેસની સંખ્યા ૬૩,૬૨૪ છે. કોરોના વાઇરસના કારણે દેશમાં મૃત્યુ પામનારની સંખ્યા ૩,૪૩૫ છે.
ભારતમાં કોરોના વાઇરસનો ફેલાવો સતત વધી રહ્યો છે અને સતત બીજા દિવસે ૫,૬૦૦થી વધુ સંક્રમિત દર્દીઓ સામે આવ્યા છે. ૨૪ કલાક પહેલા જ્યાં ૫,૬૧૧ નવા કેસ સામે આવ્યા હતા તો ગુરૂવારે સવારે ૮ કલાક સુધીમાં વધુ ૫,૬૦૯ પોઝિટિવ દર્દીઓ સામે આવ્યા છે.
કર્ણાટકમાં આજે બપોર ૧૨ વાગ્યા સુધી કોરોના વાયરસના ૧૧૬ નવા કેસ બહાર આવ્યાં હતા. રાજ્યમાં દર્દીઓની સંખ્યા વધીને ૧૫૬૮ થઈ ગઈ છે રાજસ્થાનમાં આજે ૧૩૧ નવા કેસ નોંધાયા હતા. આ સિવાય ત્રણ લોકોનાં મોત નીપજ્યાં હતાં, જ્યારે ૧૮ લોકોને રજા આપવામાં આવી હતી. આ સાથે રાજસ્થાનમાં આ આંકડો ૬૧૪૬ પર પહોંચી ગયો છે. જેમાં મૃત્યુઆંક ૧૫૦ છે.
મહારાષ્ટ્રમાં સંક્રમણ અટકાવવા માટે રાજ્ય સરકાર હવે ક્વૉરન્ટીન પર ભાર આપી રહી છે. છેલ્લા ૯ દવસમાં રાજ્યમાં હોમ ક્વૉરન્ટીનના કેસમાં ૫૮ ટકાનો વધારો થયો છે. ૧૦ મેના રોજ રાજ્યભરમાં હોમ ક્વૉરેન્ટીનમાં ૨,૪૪,૩૨૭ અને ઈન્સ્ટિટ્યૂટ ક્વૉરન્ટીનમાં ૧૪,૪૬૫ લોકો હતા. હવે રાજ્યભરમાં કુલ ૪ લાખ લોકો ક્વૉરન્ટીન છે.
કોરોના લોકડાઉનમાં રેલવેએ ૧ મેથી અત્યાર સુધી ૧૮૧૩ શ્રમિક સ્પેશ્યલ ટ્રેન દોડાવી છે. આનાથી ૨૨ લાખ શ્રમિત પોતાના ઘરે પહોંચ્યા છે. સૌથી વધારે ૯૧૨ ટ્રેન ઉત્તરપ્રદેશન માટે દોડાવાઈ હતી, જ્યારે બિહારમાં ૩૯૮ ટ્રેનની સફર ખતમ થઈ છે.
વિશાખાપટ્ટનમ આંતરરાષ્ટ્રી એરપોર્ટ પર બુધવારે વિદેશમાં ફસાયેલા ભારતીયોને લઈને બે વિમાન પહોંચ્યા હતા. આ પહેલા મંગળવારે પણ મનીલા(પેલેસ્ટાઈન)થી ૧૬૬ યાત્રિઓ અને અબુધાબીથી ૧૪૮ યાત્રિઓને લઈને વિમાન પહોંચ્યું હતું.
નક્સલી હુમલામાં ઘાયલ થયેલા ઝ્રઇઁહ્લના ૭ કોબરા કમાન્ડોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સીઆરપીએફ ના આ એ જ જવાનોમાંથી છે, જે છેલ્લા ૨૪ કલાકમાં સંક્રમિત મળી આવ્યા હતા. આ તમામ ઉત્તર દિલ્હીના એક કેમ્પમાં રહે છે. ભોપાલમાં લોકડાઉન વચ્ચે ભદભદા વિશ્રામઘાટ પર જે મૃતકોનો અંતિમ સંસ્કાર કરાયા, તેમની અસ્થિઓ હજુ સુધી સ્મશાન ઘાટના લોકરમાં જ રાખવામાં આવી છે. શ્મશાન ઘાટના સંચાલક એલ સિંહનું કહેવું છે કે લોકડાઉન દરમિયાન અહીંયા લગભગ ૨૦૦ લોકોના અંતિમ સંસ્કાર કરાયા છે.